________________ 0 0 0 0 0 0 0 0 0 5 કામ ગુના• 8 - પંકપ્રિયના આવા શબ્દો સાંભળીને રાજાને તેના ઉપર ‘દયા આવી, એટલે તેને મનમાં ગ્લાનિ થઈ આવી. કારણ કે, “ડાહ્યા માણસો અન્યનાં દુઃખો સાંભળીને મનમાં દુ:ખી થાય છે.” પંકપ્રિયનાં દુખે દુઃખી થયેલો કૃતજ્ઞ રાજા મનમાં તેને ઉપકાર સંભારતો ચિંતવવા લાગ્યો; “મારાથી બનશે તો હું આનો ઉદ્ધાર જરૂર કરીશ. અરે ! જેણે માથેથી તણખલું ઉતાર્યું હોય તેને બદલે અતિ ઉપકાર કરવાથી પણ વાળ દુષ્કર છે, તો પછી આવા ઉપકાર કરનારને તે કેમ જ વાળી શકાય?” શાસ્ત્રમાં અનેક જાતનાં દાને કહ્યાં છે. પરંતુ ખરે -વખતે અનદાન આપનારની સાથે સરખાવતાં તે બધાં દાન તેના કરોડમાં ભાગની તુલનામાં પણ આવતાં નથી.” કહ્યું છે કે, “સારી ભાવના, (સારા વિચારે) ઇન્દ્રિયનું બળ, ધર્મ કરવાની શક્તિ એ બધું ભૂખથી દુઃખી થયેલા માણસ પાસેથી નાસી જાય છે.” માટે “આના ઉપકારનો બદલે વાળવાને અનર્ગળ પિસ આપી હું મારી કૃતજ્ઞતા બતાવું. ગમે તેમ કરીને પણ આ ઋણ તે જરૂર મારે પતાવી દેવું -જરૂરી છે. આમ વિચાર કરીને રાજાએ તેને કહ્યું, ભાઈ! તું મારી સાથે શહેરમાં આવ, હું આપું તે મહેલમાં રહી મારા આપેલ સુખભેગ ભેગવ. ત્યાં મારી પાસે રહેતાં કેઈ પણ માણસ તારી પાસે કોઈના ઉત્કર્ષની વાત કરશે, તો હું તેને ચોરના જેટલી શિક્ષા કરીશ.” આમ વાતે કરે છે તેટલામાં સામન્ત, પ્રધાન વગેરે ચતુરંગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust