________________ ૭ર : કથારની મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 આ પ્રમાણે પરસ્પર વિચાર કરી આગળ જઈ ધન્યકુમારને બોલાવીને રાજકુમારે કહ્યું, “ધન્યકુમાર ! અમારા ઘેટાની સાથે તમારે ઘેટે યુદ્ધ કરવાને શક્તિમાન છે, એમ જો તમને લાગતું હોય તે ચાલે, આપણે લાખ સોનૈયાની હેડ કરી પરસ્પર યુદ્ધ કરાવીએ. જે મારે ઘેટે જીતે તે તમારે મને લા અ સેનયા આપવા. તમારો ઘેટે જીતે તો મારે તમને લાખ સોનિયા દેવા. બેલો છે કબૂલ?” રાજકુમારનું આ પ્રમાણે બાલવું સાંભળી ધન્યકુમારે વિચાર્યું કે, “જે કે મારે ઘેટે બહારથી દુર્બળ લાગે છે, પરંતુ તે સારાં લક્ષણવાળો હોવાથી જરૂર જીતશે, માટે ચાલે, લક્ષમી ચાંદલો કરવા આવી છે, ત્યાં વળી હે ધોવા ક્યાં જવું?” આ પ્રમાણે વિચાર કરીને રાજકુમારના ઘેટા સાથે ધન્યકુમારે પિતાના ઘેટાનું યુદ્ધ કરાવ્યું. તેમાં ભાગ્યશાળી ધન્યકુમારના સર્વ લક્ષણયુક્ત ઘેટાને અંતે જય થયો. તેથી લાખ સેનૈયા તેને મળ્યા. કહ્યું છે કે, “જુગાર યુદ્ધ લડાઈ તથા વાદવિવાદમાં હંમેશા ભાગ્યે જ ફળે છે !' રાજકુમાર વિચારવા લાગ્યો કે, “ધન્યકુમારના દુર્બળ દેખાતા ઘેટાએ મારા ઘેટાને કેવી રીતે જી? માટે સારા દેશમાં ઉત્પન્ન થયેલ તથા સર્વ લક્ષણયુક્ત તે ઘેટે જે હું ખરીદી લઉં તે, બીજા ઘણું ઘેટાઓને જીતી લાખે સોનૈયા હું મેળવી શકું.” આ પ્રમાણે વિચારી તે રાજકુમાર ધન્યકુમારને કહેવા લાગ્યો કે; “તમારે ઘેટો તો અમારે લાયક છે; તમારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust