________________ 74 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0" * ધન્યકુમાર પિતાને મળેલ ન લઈને ઘેર ગયે. પહેલા કરતાં બેવડો લાભ થવાથી તેની કાતિ તથા યશ વૃદ્ધિ પામ્યાં. સગાંવહાલાં સંતેષપૂર્વક તેની પાસે જઈ તેના વખાણ કરવા લાગ્યા. “ઊગતા સૂર્યને દુનિયા આખી ક્યાં. નથી નમતી ? પુણ્યવાનને સર્વત્ર માન મળે છે. પણ ધન્યકુમારની સ્તુતિ સાંભળી તેના ત્રણેય વડિલ ભાઈઓનાં મુખ. ઈર્ષ્યાથી કાળાં મેશ જેવાં થઈ ગયાં. ઈર્ષ્યાથી બળતા ધનદત્ત, ધનદેવ તથા ધનચંદ્ર એ ત્ર પિતાના મોટા પુત્રોને પ્રસંગ પામીને ધનસાર ફરી હિતશિક્ષા આપતાં કહેવા લાગ્યા; “હે પુત્રો ! સજજનતાનાં વખાણ કરવાં તે અભ્યદયની નિશાની છે, અને દુર્જનતા, કોઈના પથે ગુણેની ઈર્ષ્યા આદિ તે આપત્તિનું સ્થાન છે, માટે સાચું ટુ સમજનારા માણસેએ સજજનતાને સ્વીકાર કરવા ઘટે છે. મૂઢ માણસો બીજાને અભ્યદય જોઈ ન શકવાથી જ લેકમાં અપકીતિ પામે છે. ચંદ્રને દ્રોહ કરનાર રાહુને શું સમજુ લોકો દૂર નથી કહેતા ? આ દુનિયામાં પૈસે. મળે ન મળે તે તો શુભ કે અશુભ કર્મને આધીન છે. પૈસા મેળવવામાં ઈચ્છા કે પુરૂષાર્થ ફળતાં નથી, પણ ભાગ્યે જ ફળે છે. માટે આવી રીતે દુઃખી થવાની કાંઈ જરૂર નથી.” હે પુત્ર! જેમ ઊંચે ચડેલાં વાદળાંની અદેખાઈ કરવા જતા અષ્ટાપદ નામનું પ્રાણી પોતાના હાડકાં ભાંગે છે, તેમ ઉચ્ચ ભાગ્યશાળી માણસ તરફની ઈષ્યો પિતાને વિનાશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust