________________ 0 0 0 0 0 0 0 0 0 પંકપ્રિય કુંભાર H 73 જેવા મોટા શેઠીઆઓને આ પ્રમાણે પશુ પાળવાં એ કાંઈ ઠીક નહી. વળી ઘેટાની રમત પણ ક્ષત્રિને જ શોભે, તમારા જેવા વ્યાપારીઓને શોભે નહિ; માટે આ મેંઢાનું તમને જે મૂલ્ય બેઠું હોય તે લઈને અથવા અમુક નફે લઈને મને તે વેચાતે આપે.” ધન્યકુમારે રાજકુમારનું કહેવું સાંભળીને વિચાર્યું; આ મેંઢાને ખેલ મારા જેવા સમજુ તેમજ વેપારીના પુત્રને યોગ્ય ન ગણાય તે વાત સાચી છે, માટે મારા કહ્યા પ્રમાણે જે મૂલ્ય આપે તે ભલે તેને જ વેચી દઉં. આમ વિચારી સ્મિતપૂર્વક તેણે કહ્યું, “કુમાર ! આ સર્વ લક્ષણવાળો મેંઢા બહુ શોધ કર્યા પછી મને મળે છે તેમજ મેં તેના ઉપર બહુ ધન ખરચ્યું છે. તે તમને કઈ રીતે આપી દઉં ? પરંતુ સ્વામીનું વાક્ય પાછું ફેરવવું તે પણ યોગ્ય નહિ, માટે હું કહું તે કિંમત આપીને આપ સુખેથી લઈ જાઓ! તમારી પાસેથી વધારે લેવું તે કાંઈ ઠીક નહિ, પણ તમારે જોઈએ છે, તે ફક્ત એક લાખ સેનયા આપીને ખુશીથી લઈ જાઓ.” રાજકુમારે ધન્યકુમારના કહ્યા મુજબ મૂલ્ય આપી તે ઘેટે ખરીદી લીધે. જ્યારે કઈ પણ ચીજ વેચવાની હોય છે, ત્યારે વ્યાપારીઓ પિતાની ઈચ્છા પ્રમાણે તેની વધારે કિંમત કરે છે, અને ગ્રાહક પિતાની અતિશય ઈચ્છાને લીધે ગરજ હેવાથી ગમે તેટલું દ્રવ્ય આપીને પણ લેવા તૈયાર થઈ જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust