________________ 0 0 0 0 0 0 0 0 0 = પંકપ્રિય કુંભાર H ૭પ કરનારી જ થાય છે. જે માણસ અન્યની સ્તુતિ સાંભળીને અથવા ઉત્કર્ષ જોઈને ઈર્ષા કરવા મંડી જાય છે તે તો. ભાગ્યહીન પંકપ્રિયની માફક દુઃખી થાય છે. પંકપ્રિયની કથા. હું કહું છું તે તમે સાંભળે !" ઈર્ષ્યા– અનિથી બળતા પંકપ્રિય કુંભારની કથા જબુદ્વીપના ભરતક્ષેત્રમાં અયોધ્યા નામની નગરી હતી... તે પોતાનાં નામ પ્રમાણે શત્રુથી જીતી ન શકાય તેની હતી. ત્યાં ઈવાકુ વંશને જિતારિ નામે રાજા રાજ્ય કરતે હતો. તે શહેરમાં પંકપ્રિય નામનો એક ઉદાર, સર્વ માણસમાં શ્રેષ્ઠ અને પિસાવાળો પરંતુ જરા વાંકી પ્રકૃતિને કુંભાર રહેતો હતો. તે ઈર્ષ્યાળુ હોવાથી બીજાના ગુણ સાંભળીને શકતો નહિ. જેમ ખારાશથી સમુદ્રના અને કલંકથી ચંદ્રના ગુણ દૂષિત થાય છે, તેમ આ એક જ દોષથી તેને બધા, ગુણ દૂષિત થતા હતા. (ઢંકાઈ જતા હતા.) જે કોઈના ઉત્કર્ષ અથવા અભ્યદયની વાત ભૂલેચૂકે તેના કાને આવતી તે અસાધ્ય એવી માથાની વેદના તેને થઈ આવતી. સગાંહાલાં અથવા પારકા માણસોના ગુણ ગાતા કોઈ માણસને અટકાવવાની શક્તિ પોતાનામાં ન. હેય ત્યારે તે ઈર્ષાથી પિતાનું જ માથું ફૂટવા મંડી જતે. તેમજ લોકોને પોતાનાં ઘેર થયેલ લગ્નના ઉત્સવ વગેરેમાં કાંઈ વધારે ન કર્યું હોય, છતાં પોતાનું સારું લાવવા બમણું તમણું વધારીને બોલવાની ટેવ પડી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust