________________ 0 0 0 0 0 0 0 0 0 પંકપ્રિય કુંભાર : 71 - ધનદત્ત આદિ તે ત્રણેયમાંથી ધનદત્ત તથા ધનદેવ તે. તેટલે જ લાભ કરી આવ્યો, પરંતુ ધન્યકુમારને કઈ પહોંચી. શકયું નહિ. પિતાને વારે આવતાં ધન્યકુમાર ચોસઠ સોનાના ભાષા લઈને વ્યાપાર કરવા માટે નીકળ્યો. કપૂર, સોનું, માણેક અને કાપડ વગેરેની બજારોમાં ફરતાં અપશુકન થવાથી તે પાછો ફર્યો. અને સહેજવાર ખાટી થઈને શુકન જોતો આગળ ચાલ્યા. ત્યાર બાદ પશુ ખરીદવાની બજારમાં તેને બહુ સારાં શુકન થયાં, એટલે તે શુકન વધાવી લઈ તે બજારમાં જ ધન્યકુમાર વ્યાપાર માટે ગયે. ત્યાં શાસ્ત્રમાં કહેલા લક્ષણવાળે એક ઘેટે તેણે જોયે; એટલે સારા લક્ષણવાળા તે ઘેટાને પાંચ ભાષા સેનું આપીને તેણે ખરીદી લીધે, પછી તે ત્યાંથી આગળ જતો હતો, તેવામાં નગરના રાજાનો પુત્ર એક લાખ રૂપિયાની હોડ કરતા ત્યાં આવી પહોંચે. બીજા પણ ઘેટાની લડાઈના રસિયા પિતપોતાના ઘેટા લઈને આસપાસ ઊભા હતા. રાજપુત્રની સાથેના માણસે રાજકુમારને કહ્યું, “સ્વામિન! આ સામેથી ધનસાર શ્રેષ્ઠીને પુત્ર ઘેટ ખરીદીને આવે છે, તેનો બાપ ઘણા પિસાવાળે છે, તેથી તેને મીઠા શબ્દોથી રીઝવી તેના ઘેટાની સાથે આપણા ઘેટાને શરત કરીને લડાવીએ અને તેની પાસેથી લાખ સેનૈયા મેળવીએ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust