________________ 44 : કથારન મંજૂષા ભાગ-૧ 0 0 0 0 0 0 0 યમનાં દર્શન કરતા, પ્રજાજને ન્યાયનિષ્ઠાદિ ગુણેનાં કારણે તેને રામ જે માનતા અને યુવાન સ્ત્રીઓ તેનાં અસાધારણ રૂપથી તેને કામદેવને અવતાર જ સમજતી.' યશથી ઉજવળ એવા નગરવાસી જનેમાં પોતાના નામ સમાન ગુણવાળ ધનસાર નામે શ્રેષ્ઠી તે નગરમાં વસતો હિતે. તેની કીતિ વ્યાપારીની જેમ સ્પર્ધાથી જાણે દિશાઓમાં છવાઈ રહી હતી. લજજા, દયા ઈત્યાદિ ગુણયુક્ત તેના ચિત્તની સુંદરતાનું વર્ણન કરવું પણ અશકય છે. તેના * હદયને વિષે જગતના નાથ શ્રી જિનેશ્વર ભગવાન સદી સર્વદા વસેલા હતા. આ તે શ્રેષ્ઠી હમેશાં પ્રભુનાં ધ્યાનમાં લીન રહેતો હતો. તે શેઠને દાન, શીલ ઈત્યાદિ ગુણોથી યુક્ત શીલવતી નામની સ્ત્રી હતી. તે પોતાનાં કુળની મર્યાદા જાળવી રાખી ઘરને ભાર વહન કરતી હતી. અસ્થિ મજજાની જેમ તેનું હદય શ્રી જૈનધર્મ પ્રત્યે અનુરાગવાળું હતું. રૂપ, સૌંદર્ય તથા નિર્મળ સ્વભાવમાં સ્વર્ગની સુંદરીઓ પણ તેની પાસે કશી જ ગણનામાં નહોતી. આ રીતે સુખપૂર્વક ગૃહસ્થાશ્રમ ચલાવતાં તેમને ત્રણ પુત્રો થયા. તે ત્રણેયના અનુક્રમે ધનદત્ત, ધનદેવ તથા ધનચન્દ્ર નામ પાડયાં. આ ત્રણે દાન, માન તથા ભેગ વગેરે ગુણેથી યુક્ત હતા. તે ત્રણેને અનુક્રમે ધનશ્રી, ધનદેવી તથા ધનચન્દ્રા નામની સ્ત્રીઓ સાથે પરણાવ્યા. તેઓ સુખમાં કાળ વ્યતીત કરવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.