________________ 56 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 તા. પરંતુ તમે એકને પણ જવાબ આપ્યો નથી. કદાચ મારો એક પણ પત્ર સેનાના નિધાનની જેમ તમારા હાથમાં બાવ્યો નહિ હોય. માટે હવે તો આને અંગે ઘટતું તાત્કાલિક કરજે.” આ મુજબના તેના પત્રને વાંચી તેનો અર્થ વિચારી મૂખની માફક સવારના પણ ભૂખે થઈ ગયેલો તે શેઠ વિચારવા લાગ્યો, “ભાગ્યથી જ પ્રાપ્ત થઈ શકે તેવી અગણિત ચીજો સહિત તે સાર્થવાહ નજીકમાં આવ્યું છે. પરંતુ વ્યાપારમાં ગૂંથાઈ ગયેલ બીજા અહિંના કોઈ પણ વ્યાપારીને તેની ખબર નથી. માટે ઘેર જઈ ભોજન કરી ચિત્ત સ્વસ્થ બનાવું ને પછી જાઉં. કારણ કે ચિત્ત સ્વસ્થ હોય ત્યારેજ બુદ્ધિ બરાબર કામ આપે છે, અને આ ખરીદી બુદ્ધિથી જ સારી રીતે થઈ શકે તેવી છે. માટે જગ્યા પછી જ ત્યાં જઈ સાર્થવાહને પ્રણામ કરી એકલો હું જ તેની સર્વ ચીજો ખરીદી લઈશ. પછી વેચાતી લીધેલી એ ચીજોથી મને ભારે લાભ થશે. કારણ કે, આ શહેરમાં કાઈની દુકાને એવી કરિયાણાની ચીજો નથી.” આ વિચાર કરીને તે મહેશ્વર શેઠ તો પહેલાં પોતાના ઘેિર ભોજન કરવા ગયો. સંસારમાં આમ ભૂખ સર્વને વિદાકર્તા બને છે. દરમિયાન તેની દુકાન ઉપર બેઠા બેઠા ચોખા ભેજપત્ર પર લખેલા તે પ્રતિબિંબથી વંચાતા અક્ષરે હોશિયારીથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust