________________ 0 0 0 0 0 0 0 ગુણાનુરાગા અને ગુણલા H 65 વહરાવ્યા પછી તે શ્રાવિકા પહેલા તથા બીજા સાધુ વચ્ચે આવે તફાવત જોઈને બોલી કે, “હે મુનિરાજ ! જે તમને ગુસ્સો ન આવે તે એક પ્રશ્ન પૂછવાની મને ઈચ્છા થાય છે.” જવાબમાં તે મુનિવરે કહ્યું, “હે નિર્મળ આશયવાળી ધર્મભગિની ! જે ઈચ્છા હોય તે ખુશીથી પૂછ. કારણ કે હું રોષરૂપી દોષનો શેષ કરનાર હોવાથી કેઈનું કોઇ ઉત્પન્ન થાય તેવું વચન સાંભળીને પણ સ્વભાવને ઠેકાણે રાખી શકું છું.' એટલે તે શ્રાવિકાએ કહ્યું કે, “તમારા પહેલાં એક તમારા જેવા જ સાધુ અહિં આવી ગયા, તે મેં આપવા માંડેલ ભિક્ષા તરફ ફક્ત દષ્ટિ કરીને લીધા વિના પાછા ચાલ્યા ગયા. એક ક્ષણ પછી તમે આવ્યા અને તમે તે તે ભિક્ષાને સ્વીકાર કર્યો, માટે તમારા બંને વચ્ચે આમ અંતર કેમ? તેનું કારણ શું?” એટલે તે ગુણાનુરાગી મુનિવરે પ્રસન્નમુખે જવાબ આપે; “હે સુજ્ઞ સ્ત્રી! તે સાધુ તે પ્રાણીઓની રક્ષા કરવામાં મહાતપસ્વી ગુણાના સાગર તત્પર, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર મહામુનિરાજ હતા; કઈ જાતની શરીર પરની મમતા વિનાના હોવાથી તે મહર્ષિ માત્ર આ દેહ ધર્મનું સાધન છે, તેમ સમજી તેને ટકાવી રાખવાને જે તે લેખો સૂકો આહાર ગ્રહણ કરે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust