________________ * * * બાન ન ભૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 અને તે અંતપ્રાંત તથા તુચ્છ આહાર પણ રાગ-દ્વેષ ૨હિત તેઓ વાપરે છે. અતિ સિનગ્ધ કે મિષ્ટ ખોરાક તે તેઓ લેતા જ નથી. વળી તે ભાગ્યવાન શ્રાવિકા ! તારા ઘરનું બારણું નીચું હોવાથી અંધારામાં આહાર કે છે તે બરાબર આંખથી ન દેખાય તેથી તે દયાળુ મુનિરાજ આહાર લીધા વિના પાછા ગયા છે.” ત્યારે તમે તે આહાર શા માટે ગ્રહણ કર્યો?” તેમ તે સ્ત્રીએ પૂછવાથી તે મુનિએ કહ્યું કે, “હે કલ્યાણિ! જે તેનું કારણ તારે સાંભળવું જ છે, તે સાંભળ! પહેલાં તે ભિક્ષા મળવાનું સાધન હોવાથી આ વેષે મેં ફક્ત બહાર થીજ રાખેલે હોવાથી હું એક વેષધારી સાધુ છું, સાચે સાધુ નથી. હે સુંદરી ! પ્રથમ આવી ગયેલ સાધુની ધીરજની શી વાત કરવી ? તે તો પ્રાણુતે પણ શાસ્ત્રનિષિદ્ધ વસ્તુની પૃહા કરે તેવા નથી, તેવા ગુણોવાળાની પાસે હીનસત્ત્વ અને શરીરની લાલનપાલન કરવાની ઈચ્છાવાળો હું શી ગણતરીમાં છું ? એક ફાળ માત્રથી હાથીને વધ કરનાર સિંહની પાસે શિયાળિયું તે શી ગણનામાં? સૂર્યનાં તેજમાં આગિયાના પ્રકાશનો તે શે હિસાબ? તે તો સર્વ ગુણોરૂપી રત્નથી શોભાયમાન સાચા મહાતમાં છે, અને હે ભદ્ર! હું તે ચંચા પુરુષ ( ચાડિયા ) ની જે ફક્ત નામધારી સાધુ બની વેષના આડંબરવડે ઉદરવૃત્તિ કરું છું. તેમાં અને મારામાં મોટો તફાવત છે.” આ પ્રમાણે કહીને તે ગુણાનુરાગી સરળ ધર્મદર મુનિવર ત્યાંથી ચાલી ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust