________________ * 0 0 0 0 0 0 ગુણનુરાગી અને ગુણદ્વેષી H 67 આ સાંભળીને તે શ્રાવિકા વિચારવા લાગી; “જીવ્હાઈદ્રિયને કાબુમાં રાખી શકનાર આ બંનેને ખરેખર ધન્ય છે. તેમાંથી એક ગુણોના ભંડારરૂપ છે અને બીજા મહાત્મા ગુણાનુરાગી છે. ખરેખર બંને ધન્ય છે. પ્રશંસાને પાત્ર છે.” શાસ્ત્રોમાં કહ્યું છે, કે “નિર્ગુણી માણસ ગુણવાનને ઓળખી શકતો નથી. ગુણવાન ઘણું ખરું અન્ય ગુણવાન પ્રત્યે દ્વેષ રાખનાર હોય છે. ગુણવાન તથા ગુણની અનુ મદના કરનાર સરલ આત્મા આ સંસારમાં દુર્લભ હોય છે.” પ્રમાદથી મૂઢ બનેલા લોકો આ જગતમાં પગલે પગલે પોતાની સ્તુતિ તથા પારકાની નિંદા કરે છે. પરંતુ પારકાની તુતિ તથા પિતાની નિંદા કરનાર કેઈક જ જવામાં આવે છે. પૂર્વોક્ત તે બંને મહાપુરૂષના ગુણોની અનુમોદના કરતી તે શ્રાવિકા ત્યાં ઊભી હતી. તે અવસરે સાધુનું નામ જેણે વગોવ્યું છે, તેવા એક વેષધારી દેશદષ્ટિ સાધુ ત્યાં ભિક્ષા માટે આવ્યા. તે ગુણવાન ઉપર દ્વેષ રાખનાર, બીજાનાં છિદ્રો જ નિહાળનાર, અદેખાઈની આગથી બળી ગયેલ હૃદયવાળા તથા ફક્ત નામનાજ સાધુ હતા. તેમને આવેલા જોઈને તે શ્રાવિકાએ ઘરમાંથી અન્ન વગેરે આહાર લાવી તેમને વહોરાવ્યું. પછી તેણે પહેલાંની માફક જ સર્વ વાત તેમને જણાવી અને તે પ્રમાણે પૂછ્યું. એટલે તે સાધુએ ધૃષ્ટતાથી જવાબ આપે, “હે ભદ્રા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust