________________ 64: કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ગુણાનુરાગી અને ગુણષી મુનિએની કથા જ્ઞાનનીધિ નામના ઈ દ્રિયોનો નિગ્રહ કરનાર, તપથી કૃશ થઈ ગયેલા શરીરવાળા, જ્ઞાન સમુદ્ર તરી ગયેલા તથા. ભવને ભય જેમને ઉત્પન્ન થયે છે તેવા એક મહામુનિ હતા. એક વખત ઈર્ષા સમિતિ પાળતા, કપટ રહિત મનવાળ અને હંમેશા પ્રમાદ રહિત એવા તે મુનિ પુંગવ, ભિક્ષા માટે એક શ્રાવિકાનાં ઘરમાં ગયા. તે સ્ત્રીના હાવભાવ વિભ્રમ, કટાક્ષ, યુવાનવય, રૂપ ઈત્યાદિ વિલાસ જેવા છતાં અક્ષુબ્ધ મનવાળા તે મુનિએ કાચબાની માફક ઈદ્રિયો ગોપવીને તેના ઘરમાં પ્રવેશ કર્યો. પછી રાગ રહિત એવા તે મહર્ષિ પિતાની ગભીર વાણુથી ક૯૫વૃક્ષ સમાન ધર્મલાભ આપી ચોગ્ય સ્થળે ઊભા રહ્યા. - ઘરમાંથી તે યુવાન સ્ત્રી મુનિરાજને આવેલા જોઈને ધર્મ બુદ્ધિથી નિષ્કપટપણે ભોજન હાથમાં લઈ ત્યાં આવી, તેટલામાં તો તે મુનિરાજ આહાર લીધા વગર જ અન્ય સ્થાને ચાલ્યા ગયા, તે શ્રદ્ધાવાન સ્ત્રી મુનિરાજ ગોચરી. લીધા વિના ગયા, તેથી બહુ ખિન્ન થઈ અને પિતાના ભાગ્યની નિંદા કરવા પૂર્વક દુખી બની. . . થોડા જ વખત પછી ત્યાં ભાગ્યયોગે એક ગુણની ઉપર રાગવાળા ગુણાનુરાગી પણ પિતાનાં ચારિત્રમાં શિથિલ મુનિ વહેરવાને માટે ત્યાં આવ્યા. પેલી શ્રાવિકા તેમને આવેલા જોઈને હાથમાં વહેરાવવાને યોગ્ય વસ્તુ લઈ વહેરાવવા આવી. મુનિએ પણ તે વસ્તુઓનો સ્વીકાર કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust