________________ 5 : ગુણાનુરાગી અને ગુણદ્વેષી - પિતાની સ્ત્રીઓથી કરાયેલી ધન્યકુમારની પ્રશંસા સાંભળી ધનદત્ત આદિ વડિલ ભાઈઓ ધન્યકુમારની વિશેષ ઇર્ષ્યા કરવા લાગ્યા. પિતાએ ઈર્ષાયુક્ત તેમનાં વચન સાંભળીને તેમને બોલાવીને આ પ્રમાણે કહ્યું, “પુત્રો! ગુણી માણસના ગુણની અદેખાઈ કરવી તે ઉત્તમ પુરૂષોને યોગ્ય નથી.” શાસ્ત્રમાં પણ કહ્યું છે; “આગની જવાળામાં પિતાનાં શરીરને હોમી દેવું સારું, પરંતુ ગુણવાન પુરૂષોની સહજ “પણ અદેખાઈ કરવી તે સારી નહિ.” ભાગ્યહીન પુરૂષ (પુણ્યશાળી પુરૂષની મહત્તારૂપ અગ્નિથી વારંવાર બળતા પોતે તે રસ્તે જવાને અસમર્થ હોવાથી પગલે પગલે ખલના પામે છે તથા નિંદા કરે છે. જેનાથી આ આખું જગત શેભે છે, તેવા ગુણવાન પુરૂષ તે દૂર રહ્યા, પરંતુ જેમાં ગુણની અનુમોદના કરવાની શક્તિ હોય છે, તેવા પુરૂષ પણ ત્રણ જગતને વિષે પૂજાય છે. તે માટે ગુણોની અદેખાઈ કરવાથી તો પૂજ્ય હોય તે પણ અપૂજવાને યોગ્ય બને છે, અને ગુણોની પ્રશંસા કરનાર તેજ વિનાને હોવા છતાં પૂજવાને લાયક બને છે. ગુણી જનેના ગુણો ઉપર રાગ ધરનાર તથા ગુણ જનેના ગુણો પ્રત્યે દ્વેષ કરનાર બે મુનિઓનું દષ્ટાંત છે, તે હું તમને કહું છું ધ્યાનપૂર્વક તેને તમે સાંભળો.” . P.P. Ac. Gunratnasuri M.S. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust