________________ 0 0 0 0 0 0 0 0 0 0 ભાગ્યપરીક્ષા H 61 મૂકવામાં આવ્યા; તે સિવાય જમનારના હાસ્ય જેવા ઉજળા: કરંબા પણ પીરસવામાં આવ્યા. આ પ્રમાણે જાતજાતની જમવાની ચીજો થી બધા સગાં હાલાંઓ આનંદથી જમ્યા. જમ્યા પછી સર્વને પાન,. સોપારી, તાંબૂલ આપવામાં આવ્યું. ત્યાર પછી સગાં વહાલાં તથા જ્ઞાતિના લોકો ધન્યકુમારનાં વખાણ કરતા કરતા પોતપિતાનાં ઘેર ગયા. તે ઉપરાંત બાકી રહેલ દ્રવ્યને ખરચીને ધન્યકુમારે, પિતાની ભાભીઓને માટે જાતજાતનાં ઘરેણાં કરાવ્યાં. તેમાં હાર, અર્ધહાર, એક સેર, ત્રણ સેર, પાંચ સેર, સાત સેર તથા અઢાર સેરવાળા હાર તથા બીજા કનકાવળીરત્નાવલી અને મુતાવળી વગેરે કેડ, ડેક, કાન, હાથ આદિમાં શોભે તેવાં ઘરેણાંઓ કરાવી તેમને આપ્યાં. ભાભીઓ બહુ ખુશી થઈને પિતાના દિયર ધન્યકુમારને કહેવા લાગી; “દિયરજી! અમારા પૂર્વના કોઈ પ્રબલ પુણ્યથીજ તમારો જન્મ થયો લાગે છે, વાહ! કેવી અદ્ભુત તમારા ભાગ્યની રચના છે. કેવું અદ્ભુત તમારું ભાગ્ય છે! ધનના મૂળ બીજ જેવા વ્યાપારમાં પણ તમારી કુશળતા કેવી છે? અને બધી બાબતમાં કુશળ હોવા છતાં તમારામાં નમ્રતા કેટલી બધી છે? અહા ! આટલી નાની વયમાં પણ તમારૂં સર્વ વર્તન એક ઠરેલ માણસને છાજે તેવું છે. દિયરજી! તમે દીર્ધાયુષ્યવાળા થાઓ, ખૂબ આનંદ મેળવે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust