________________ 40 અથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 વગેરે મીઠાં ફળ તથા ખજુર, દરાખ, આલુ વગેરે મે પીરસી ગઈ. તે ફળ ખાતાં તથા ધન્યકુમારના ગુણનું વર્ણન કરતાં ઓરજ રસ તથા તૃપ્તિનો આનંદ તેઓ ભેગવવા લાગ્યા. ત્યારપછી સ્વાદિષ્ટ અને મનને ખુશ ખુશ કરી દે તેવા ભાતભાતની ચીજોથી બનાવેલા લાડુ આવ્યા, પછી ઘીથી ભરેલા, જાણે સ્વર્ગમાંથી ઉતરી આવેલ હોય તેવા ચંદ્રના મંડળ જેવા સફેદ સુગંધી ઘેબર લાવવામાં આવ્યા, તે સિવાય મધુર રસની ઈચ્છાવાળાને તૃપ્ત કરનાર, તેમજ ગળામાંથી પસાર થતાં ગટક ગટક એવો અવાજ કરતાં સફેદ પેંડા પીરસવામાં આવ્યા; વળી ગંગા કિનારે આવેલ રેતી જેવી સફેદ ખાંડથી મીઠે બનાવેલો અને શરીરમાં ઉત્પન્ન થયેલ ગરમીને શાંત કરી નાખતો શિખંડ પીરસાચે; આ બધું આવી ગયા પછી મીઠી ચીજોથી તૃપ્ત થઈ ગયેલ ઉદરવાળા આમંત્રિત ગૃહની આહાર પચાવવાની શક્તિની મંદતાને નાશ કરનાર મીઠું, હળદર તથા મરચાં વગેરે દીપક ચીજો નાખીને બનાવેલી ઉની ઉની પૂરીએ પીરસવામાં આવી, તેમજ બધા રસની મેળવણીથી તૈયાર કરેલ ખજુર વગેરે પરસાણા. - ત્યાર પછી સુગંધી, ઉજજવળ, સુકોમળ તથા સ્નિગ્ધ અને ખંડ અને કલમશાળી જાતના ચોખા, ખાવાની ઈચ્છા ઉદ્દભવ કરનાર મગ, તથા શહેરવાસી લોકોને ખુશ કરવા માટે પીળી તુવેરની દાળ પીરસવામાં આવી તે સાથે બહુ જ સુગંધી ઘી તથા અઢાર જાતનાં શાક દરેકનાં ભાણામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust