________________ 0 0 0 0 0 0 0 0 0 0 ભાગ્યપરીક્ષા : 55 સેનાના સિક્કા આપ્યા, પછી જેમ અષાડ મહિનાનું વાદળુ” જળ લેવાને માટે સમુદ્ર તરફ જાય છે, તેવી રીતે ધન્ય-- કુમાર પિતાએ આપેલ સિક્કા લઈને ધન કમાવાને માટે બજાર તરફ ચાલે. સારા શુકનથી પ્રેરાઈને ધન્યકુમાર એક મોટા પિસાદાર ગૃહસ્થની દુકાને જઈને બેઠે. તે શેઠ પોતાના મિત્રે લખેલી નોકર સાથે આવેલી ચીઠ્ઠી નેકરના હાથમાંથી લઈ છાનોમાને ઉઘાડીને મનમાં વાંચવા લાગ્યા. - તે પત્રમાં લખ્યું હતું; “શ્રી પ્રતિષ્ઠાનપત્તન શહેરે, મહાશુભસ્થાને, પરમપ્રિય મિત્ર મહેશ્વર જોગ, સાર્થના રથાનથી તમારો નેહી મિત્ર સુભદ્ર શ્રેષ્ઠી નેહ તથા કુશળ સમાચારપૂર્વક પ્રણામ સાથે કહેવરાવે છે કે, અહિં સર્વે કુશળ છે, તમારી કુશળતાના સમાચાર જરૂર એકલતા રહેશે. હવે કામની વાત ઉપર આવીએ. મેઘ સમાન ફાયદાકારક એક સાથે વાહ અગણિત કરિયાણાથી ભરેલાં ગાડાંઓ લઈને તમારી તરફ આવે છે. વળી તે જ્યાંથી આવે છે, તે સ્થાને જ પાછા જવા માગે છે. દરિદ્રતાનો નાશ કરવાને સમર્થ મોટા વ્યાપારીઓને ચેશ્ય બહુ કરિયાણા તેની પાસે છે. ગમે તે કારણ હોય, પરંતુ તે સાર્થવાહ થડા નામના જ લાભથી પણ પિતાનાં વતન જવા ઉત્સુક થઈ ગયા છે. માટે હે મિત્ર! તમારે તે સાર્થવાહ પાસે જલદી આવીને તેનાં કરિયાણાનું સાટું કરી લેવાની જરૂર છે, તેથી તમને તેમજ મને ભારે લાભ થવાનો સંભવ છે. આ પ્રકારના ઘણા લેખો અગાઉ પણ મેં આપના તરફ લખી મોકલ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust