________________ 0 0 0 0 0 0 0 મહાપુણ્યશાળી ધન્યકુમાર : 53 ગાવામાં મૌન ધારણ કરીએ, તો તે પ્રાપ્ત થયેલી વચનશક્તિને નિષ્ફળ કરવા જેવું છે, તેથી આ ગુણવાન પુત્રની નિષેધ કરાયેલી સ્તુતિ પણ હું કરું છું.’ અરે પુત્રો ! ધન્યકુમારના જન્મ પછી જેવી લક્ષ્મી આપણા ઘરમાં આવી છે તેવી પહેલાં નહતી; તેથી ધન્યકુમારને જ તેના કારણરૂપ હું સમજું છું. હે પુત્ર! જેમ ચંદ્રને ઉદય સમુદ્રની ભરતીનું, જેમ સૂર્ય કમળને ખીલવાનું, જેમ વસંત પુષ્પને આવવાનું, જેમ બીજ અંકુરો ફૂટવાનું, જેમ વર્ષાદ સુકાળનું, તથા જેમ ધમ જયનું કારણ છે, તેમ આટલું પણ ચક્કસ સમજજો કે, આપણે ઘરમાં લક્ષ્મી વધવાનું કારણ ધન્યકુમાર સિવાય બીજું કાંઈ જ નથી. એના જેવું ભાગ્ય તથા સૌભાગ્ય અને એના જેવી બુદ્ધિની નિર્મળતા તેના સિવાય બીજે કઈ સ્થળે તમે જોઈ છે? પુત્ર! જે તમને મારાં વચનમાં વિશ્વાસ ન હોય તો હું આપું તેટલાં ધનથી વ્યવસાય કરી પોતપોતાનાં ભાગ્યની પરીક્ષા કરો. એક સરખો ઉદ્યમ એક સરખા ધનવડે કરવાથી પિોતાના ભાગ્યાનુસાર ફળ મળે છે. પૂરા ભરેલા સરોવરમાંથી પણ ઘડો તો પિતાના માપ પૂરતું જ પાણી લઈ શકે છે.” * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust