________________ 0 0 0 0 0 0 0 મહાપુણ્યશાળી ધન્યકુમાર : 51 વ્યાપાર વગેરે ઉદ્યમ તો બાજુ પર મૂકીએ, પરંતુ ઘરમાં આ રીતે પિતાનાં વસ્ત્રાદિને પણ ઠેકાણે મૂકવાનું કામ તે કરતો નથી, હિસાબ વગેરે કરવામાં પણ તે ઉદ્યક્ત થતો નથી, ઘેર આવેલ સારા માણસને આદર સત્કાર આપતાં પણ હજુ તેને આવતું નથી, તે પણ ધન્યકુમારની વારંવાર પ્રશંસા કરવાની તમારી અજ્ઞાનતાને અમે સમજી શકતા નથી; વળી ઘરનો ભાર સહન કરતાં એવા અમારી તમે નિંદા કરે છે; પરંતુ જે માણસ સારા નરસાનું પારખું કરી શકતો નથી, તે બધે ઠેકાણે હાંસીને પાત્ર થાય છે.” ‘માટે હે પિતાજી! તમે જ અમને મોટા બનાવ્યા હતા, અને હવે મોટા માણસ પાસે ધન્યકુમારના ગુણ ગાઈને તમે જ અમને નીચા બનાવો છો. જેવી રીતે ત્રાજવામાં એક પહલાને ભારે કરીએ તે બીજું સ્વયમેવ હલકું થઈ જ જાય છે, તેવી રીતે ધન્યકુમારના ગુણ ગાઈને તેને મેંટો (ભારે) બનાવવાથી અમે હલકા બની જઈએ છીએ. પિતાજી! જેમ બધા વૃક્ષમાં સરોવરનું પાણી એક સરખું પહોંચે છે, તેવી રીતે તમારે સ્નેહ પણ સર્વ પુત્રોમાં એક સરખે જ હે જોઈએ, જેમ સર્વ મહાવ્રત વિધિપૂર્વક એક સરખાં પાળવાથી જ મુનિ શ્રેષ્ઠ ગણાય છે, તેમ સર્વ પુત્રોમાં એક સરખા જ ગુણની સ્થાપના કરવાથી સત્ય અને અસત્યની પરીક્ષા કરી શકનાર માણસોમાં પિતા શ્રેષ્ઠ ગણાય છે.” વળી હે પિતાશ્રી ! શાસ્ત્રમાં પણ પુત્રની સ્તુતિ કરવાનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust