________________ પ૦ : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 લાગ્યા, તેમ તેમ તેના મોટા ત્રણે ભાઈઓ તે સહન ન કરી શકવાથી ઈર્ષ્યાથી બળવા લાગ્યા. બળતા હદયના કેપરૂપી અગ્નિમાં નેહરૂપી તેલનું બલિદાન કરીને તેઓએ પોતાના પિતા ધનસારને એક દિવસે કહ્યું, પિતાજી ! અમે જુદી જુદી જાતના કરિયાણાથી ભરપૂર વહાણે ભરીને જાણે સમુદ્રના મો હોઈએ, તેમ વારંવાર સમુદ્રમાં મુસાફરી કરીએ છીએ. તેમ જ વારંવાર દેશ પર દેશમાં રખડીએ છીએ, સાહસ કરીને અનેક વસ્તુઓથી ભરપૂર ગાડાઓ સાથે ન વીંધી શકાય તેવા અરોમાં ૨ખડીએ છીએ, રસ્તામાં ટાઢ તડકો સહન કરીએ છીએ, ઉનાળાના તડકામાં ખેતીને આરંભ કરાવીએ છીએ, બજારમાં દુકાને બેસીને વ્યાપાર કરીએ છીએ, અનેક વ્યાપારીઓને ઉધારે દ્રવ્ય અથવા કરિયાણું દઈએ છીએ, અને હંમેશા તેના હિસાબ કરવાનું કષ્ટ સહન કરીએ છીએ. ત્યાર પછી પાછા તેમના ઘેર વારંવાર આંટા ખાઈને ઉઘરાણી કરીએ છીએ, ભાત ભાતની યુક્તિ-પ્રયુક્તિથી ધન લાવી કુટુંબને નિર્વાહ કરીએ છીએ, વળી રાજયના અધિકારી વગેરેને ધીરેલ ધન કેટ-કેટલી હોશિયારી તથા પરિશ્રમ કરીને પાછું મેળવીએ છીએ.” આ પ્રમાણે અનેક ઉપાયો કરીને અમે પિસા પિતા કરીએ છીએ, છતાં એવા અમારા કષ્ટની અવગણના કરીને તમે ધન્યકુમારની જ વારંવાર પ્રશંસા કરી છે. પણ જુઓ, હજુ સુધી તે તે લજજાહીન રમત ગમત પણ છોડતા નથી; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust