________________ 5 : મહાપુણ્યશાળી ધન્યકુમાર આ ભરતક્ષેત્રના દક્ષિણ વિભાગને વિષે કલ્યાણ, લક્ષમી ઋદ્ધિ, સિદ્ધિ તથા મહત્તાનાં એક સ્થાન સમાન શ્રી પ્રતિ. ઠાનપુર ( હાલ પઠણ તરીકે પ્રસિદ્ધ છે.) નામનું ભવ્ય શહેર હતું. તે શહેરની પાસેથી ગોદાવરી નામે નદી વહેતી. હતી. - કવિ કલ્પના કરે છે કે, “ગોદાવરી નદીમાં સુવર્ણ તથા રત્ન પહેરીને નહાવા આવતી અને જળકીડા કરતી સ્ત્રીઓના કંઠમાંથી સરી પડતાં રને નદીના પ્રવાહ દ્વારા તણાઈને દરિયામાં ભળી જતાં હોવાથી જ દરિયાને લોકે રત્નાકર કહેતા હશે એમ હું ધારું છું.” એ શહેરમાં મહાકાતિ તથા ગુણોથી શોભતે જિતશત્રુ નામનો રાજા રાજ્ય કરતા હતા. શત્રુઓ ભયથી તથા મિત્રો પ્રીતિથી તેની આજ્ઞામાં રહેતા હતા. તે રાજાની તરવારરૂપી મેઘમાં અન્ય મોટા મોટા રાજારૂપી પર્વતે ડૂબી જતા હતા. પર્વત જેવા મોટા રાજાએ તેનાં તેજરૂપ સમુદ્રમાં નિમગ્ન, થઈ જતા હતા, જ . લોકો જિતશત્રુ રાજાને ચાર રૂપે જોતા હતા. તે આ પ્રમાણે, “વડિલ વર્ગ તેના વિનય વગેરે ગુણોથી તેને. બાળક સમજતા, શત્રુઓ શૌર્યાદિ ગુણોથી તેનામાં સાક્ષાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust