________________ 0 0 0 0 0 0 0 : મહા પુણ્યશાળી : ધન્યકુમાર 45. ધનસાર શેઠ પોતાના પુત્રોને સમર્થ જોઈને ઘરને. ભાર તેમના ઉપર મૂકી ધર્મકરણમાં વિશેષ જોડાયા હતા. ચાર ઘડી રાત્રી હોય ત્યારે બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠી સમસ્ત. શ્રુતના સાર રૂપ શ્રી પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનો જાપ જપતા હતા. બંને વખત (સવારે ને સાંજે ) પ્રતિકમણ તથા ત્રણે કાળ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા વિધિપૂર્વક તેઓ કરતા હતા. દિવસ તથા રાત્રી મળીને સાતવાર ચિત્યવંદન તેઓ કરતા હતા અને દર વર્ષે તીર્થયાત્રા તથા રથયાત્રા ભારે આડંબર સહિત કરતા હતા. યથાયોગ્ય અવસરે સુપાત્રદાન તથા અનુકંપાદાન આપી દાન ધર્મનું તે ધનસાર શેઠ શક્તિ મુજબ આરાધન કરતા હતા. આ પ્રમાણે ધર્મમાં એકતાન. થઈને ગૃહસ્થ ધર્મને તેઓ નિર્વાહ કરતા હતા. વધતી જતી લક્ષમીવાળા તથા ઈચ્છાનુસાર સાંસારિક સુખ ભોગવતા તે દંપતીને ચોથે પુત્ર થયો. તે બાળકનું નાળ દાટવા જમીન ખેદી ત્યારે દ્રવ્યથી ભરેલે ચરૂ નીકળી આવ્યો. ધનસાર શેઠ તે નિધાનને જોઈને વિચારવા લાગ્યા. કે, “આ બાળક કેઈ અસાધારણ પુણ્યશાળી જણાય, છે.. કારણ કે જન્મ થવાની સાથે જ તે અસાધારણ લાભનું કારણ થયે છે, માટે આ બાળકનું નામ ગુણનિપન્ન ધન્ય.. કુમાર રાખવું.” - પાંચ ધાત્રીઓથી પોષાતે તે ધન્યકુમાર બીજના ચંદ્રમાની. જેમ સૌભાગ્યમાં તથા શરીરમાં અનુક્રમે વૃદ્ધિ પામવા.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust