________________ 0 0 0 0 0 0 0 કૃપણ શિરામણું વિશ્વભૂતિઃ 41 લોકેનું આ રીતનું કહેવું સાંભળીને વિશ્વભૂતિના દીકરાઓએ નવ સળીઓ તૈયાર કરી. પછી સગાંવહાલાંએ તેને બરાબર પકડી રાખી એક સાથે નવે અંગે ડામ દઈ દીધા. પછી તેઓએ પૂછયું કે, “આ પ્રમાણે કરવા છતાં જે ઠેકાણે ન આવે તે પછી શું કરવું?” તેના જવાબમાં પેલા સલાહ આપનારાઓએ કહ્યું કે, “તો પછી બેડી નાંખી એક અંધારીયા એરડામાં એકવીસ દિવસ સુધી ભૂખ્યો ને તર રાખવો અને તેના ઉપર પહેરે રાખવે.” - આ બધું વિશ્વભૂતિએ સાંભળ્યું એટલે તેણે મનમાં વિચાર કર્યો; “જે થવાનું હતું તે તે થયું. જે હજુ આવીને આવી હઠ હું ચાલુ રાખીશ, તે નાહક બેડીમાં પડીશ, દેવીનું વચન મિથ્યા થતું જ નથી.” આ પ્રમાણે વિચારી વાચાળતા છેડી દઈને તે ખોટી મૂછમાં પડ્યો. ચાર ઘડી તે તે પ્રમાણે જ રહીને જાણે અચાનક જાગ્યો હોય તેમ તે પિતાનાં પુત્રોને પૂછવા લાગ્યો; “અરે ! આ બધા માણસે કેમ ભેગા થયા છે? મારી આંગળી તથા શરીર ઉપર આ ઘરેણાંઓ કયાંથી?” - “પિતાજી! તમારામાં ભૂત અથવા તો વાને પ્રવેશ થયો હતો. બે હજાર રૂપિયા તે તમે નકામા ઉડાવી પણ નાંખ્યા. આ પ્રમાણે સાંભળી વિશ્વભૂતિએ બેટે હાહારવ કરી મૂક્યો “અરે મેં આ શું કરી નાખ્યું; આટલા બધા રૂપિયા ક્યાંથી મળશે?” આ પ્રમાણે તેને પશ્ચાત્તાપ કરતો જોઈને બધાએ વિચાર્યું; “હવે ઠેકાણે આવી ગયા !" ત્યાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust