________________ 0 0 * 0 0 0 0 કૃપણ શિરોમણી વિશ્વભૂતિ : 39 તને આજે શું થયું છે? કોઈ દિવસ અગાઉ ન દીધેલ દાન દેવાની ઈરછા વળી તને ક્યાંથી થઈ આવી?” વિશ્વભૂતિએ કહ્યું, “ભાઈ ! આટલા દિવસે તો મિથ્યાજ્ઞાન તથા ઉલટી સમજણમાં ગયા. હવે મને શાસ્ત્રનો પરિચય થતાં સાચું રહસ્ય સમજાયું. દાન તથા ઉચિત ભેગ સિવાય લક્ષ્મી નરકમાં લઈ જનારી તથા બંને લોકથી ભ્રષ્ટ કરનારી થાય છે. માટે હું દાન દઉં છું. આ વાત કોઈ માણસે આવીને વિશ્વભૂતિના દિકરાઓને કહી; “અરે ભાઈ ! તમારા પિતા તે આજ બહુ દાન દેવા મંડયા છે!” તેઓએ જવાબમાં કહ્યું, “ભાઈ ! શું અમારી મશ્કરી કરો છો કે? અમારા કેઈ પાપના ઉદયથી અમારે ત્યાં કૃપણતાને સંબંધ બંધાયે છે, પણ શું થાય? દાન કે ભોગ માટે આ સુંદર યોગ છતાં અમારે તો દરિદ્રતામાં જ રહેવું પડે છે. વળી વધારામાં તમે કરી કરીને શા સારુ અમને બળતાને વધારે બાળે છે?” ના, ના, અમે જોઈને જ આવીએ છીએ.” આ રીતે કહ્યું અને તેઓ ગયા, એટલે પછી તરત જ બીજા કોઈએ આવીને પણ તે પ્રમાણે કહ્યું; વળી તે પ્રમાણે જ ત્રીજા પાસેથી પણ સાંભળીને વિશ્વભૂતિના પુત્રો તેમ જ ઘરને સર્વ પરિવાર ત્યાં આગળ જઈ ને જૂએ છે, તે જેવું સાંભળ્યું તેઓએ તેને કહ્યું : “બાપુ! નકામો ખરચ શા માટે કરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust