________________ દેતા આ પ્રમાણે છે કોને કહ્યું ભરી ભરીને ઓએ જઈ ને સર્વ સમ 40 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 0 છે ?" “હે પુત્રો! મેં હમણાં જ જાણ્યું કે લક્ષ્મી નરકમાં લઈ જનારી છે, માટે ઈરછાનુસાર ઉચિત ભેગ ભેગા તથા દાન આપો. આટલે વખત મેં નકામે ગાળે અને તમારા આનંદમાં પણ આડખીલી જે થયો; માટે હવે તો દ્રવ્ય લો અને તમારી ઈચ્છા પ્રમાણે સુખ ભેગા' વિશ્વભૂતિએ પોતાના પુત્રોને કહ્યું. આ પ્રમાણે બાલતાં અને મુઠ્ઠીઓ ભરી ભરીને દાન દેતા તેને જોઈ ને સવ સગાં સંબંધી તથા બીજા શહેરી એ વિચાર્યું, ‘ચકકસ આના શરીરમાં ભૂત પેઠું છે, અને તેના પરિણામે જ તે આમ ઢંગધડા વગરનું બોલે છે, અને પિસા ઉડાવે છે, માટે આને ઘેર લઈ જઈ કાંઈક મંત્ર તંત્રાદિ કરીને સ્વસ્થ કરવો જોઈએ.’ ત્યાર પછી બધા ભેગા થઈને ઘેર લઈ ગયા ત્યાં તે પોતાની સ્ત્રીને પણ તે પ્રમાણે જ કહેવા લાગ્યો; “અરે મૂ!િ આ રાંક વેશ તું કાઢી નાંખ ને સુંદર વસ્ત્રો તથા ઘરેણાં પહેર.” તે સ્ત્રી તો ચકિત જ થઈ ગઈ કે, “તેઓ આવું અસંબદ્ધ આ શું બોલી રહ્યા છે ?" તે વખતે કોઈ ડાહ્યા માણસે આવીને કહ્યું, “આને કળ્યાં તે ભૂત વળગ્યું છે અથવા વાયુની વિકૃતિ થઈ છે. માટે છાનામાના નવ સળીઓને તપાવી તેના નવ અંગે બેકી સાથે ડામ દઈ દ્યો. એટલે તે સ્વસ્થ થઈ જશે, અને તે તેમ નહિ કરો તો તેની બુદ્ધિ ફરી જતાં મામલો થિમાં નહિ રહે, માટે જલદી કરો.” તે વખતે શું બોલી રહ્યા જ થઈ ગઈ કે Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust