________________ * : - “પા : ભાગ-૧ 0 0 0 0 0 0 0 સવારે અમુક ધન લઈને આ દેવભદ્ર શેઠ જે રીતે દાન તથા ભેગ કરે છે, તેથી પણ વધારે દાન તેમ જ ભેગમાં હું ખરચવા માંડીશ. દેવભદ્ર શેઠ કરતાં પણ મારી પાસે વિશેષ ધન છે, દેશ દેશાન્તરમાં મારી કીર્તિ ફેલાય તેવું હવે તે હું કરીશ.” આમ વિચારમાં ને વિચારમાં તેની બાકીની રાત્રિ પસાર થઈ ગઈ. સવારના દેવભદ્ર પાસેથી પાંચ હજાર રૂપિયા લઈ એક મજૂર પાસે ઉપડાવી તે બજારમાં ગયો. ત્યાંથી ઘણું પિસા ખરચીને સુંદર નવાં કપડાં વેચાતાં લઈને તેણે પહેર્યા, તથા દ્રવ્ય ખરચીને આભૂષણે લઈ તેણે પોતાના શરીરને સુંદર રીતે શણગાયું. વળી રસ્તામાં જતાં ગરીબ, અથવા જે કઈ દીન. યાચક મળે તેને મુઠ્ઠી ભરી ભરીને તે દાન આપવા લાગ્યો, યાચક પણ તેનાં દાનને જોઈને આશ્ચર્ય પામી બાલવા. લાગ્યા; “ભારે નવાઈની વાત છે, કે આજ તો વિશ્વભુતિ. બ્રાહ્મણ દાન આપવા નીકળી પડ્યો છે !" લકે પણ ટોળે. મળી મળીને બોલવા લાગ્યા, “અરે ભાઈ! દોડો દોડો ! તમને કૌતુક દેખાડું. જુઓ ! આજ તે વિશ્વભૂતિ મહારાજ દાન આપવા નીકળી પડયા છે.” આ પ્રમાણે દરેક મોટા રસ્તામાં લોકોના ટોળેટોળા મળી આશ્ચર્ય પામતા હતાં, તેવામાં કોઈ ઘણું પરિચયવાળા. માણસે દાન આપતા વિશ્વભૂતિને જ પૂછયું, “અરે વિશ્વભૂતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust