________________ 0 0 0 0 0 0 0 કૃપણ શિરામણ વિશ્વભૂતિ H 25 પછી મુનિમે ચોખે હિસાબ કરીને તે બધું વિશ્વભૂતિને વાંચી સંભળાવી તેની આગળ તેનું ધન મૂકયું અને તે વિભૂતિએ લીધું. ' પછી શેઠે કહ્યું, “મહારાજ, હવે તે પાછલે દિવસ પણ શેડો જ બાકી રહ્યો છે. તમારું ઘર દૂર છે, અને ધન લઈને પહોંચતાં રાત પડી જશે. રાતના વખતે ધન સાથે લઈને જવું એ યોગ્ય નથી. માટે રાત તે અહીં જ રહે, સવાર થતાં આપ સુખેથી સિધાવજે હાલ તે ઈચ્છાનુસાર ભજનની સામગ્રીને સ્વીકાર કરો અને અમારા ઘર નજીકના બગીચામાં રસોઈ કરીને અમને પાવન કરો.” શેઠની વાત સાંભળી વિધભૂતિ મનમાં રાજી થયો; એને મનમાં થયું “ચાલે, ધન પણ મળ્યું ને ઈચ્છાનુસાર ભેજન પણ પ્રાપ્ત થયું.” | દેવભદ્રનાં માણસ વિશ્વભૂતિને બગીચામાં લઈ ગયા, અને ત્યાં તેની ઈચ્છાથી પણ અધિક લોટ, ઘી, સાકર, દાળ, ચોખા, દૂધ વગેરે સર્વ સામગ્રી તૈયાર કરીને આપી. વિશ્વભૂતિ નાહી ધોઈ ભોજન તૈયાર કરતો વિચારવા લાગ્યો; “મને એકલાને આટલી બધી સામગ્રી લાવીને આપી, આ પ્રમાણે આ શેઠ વગર વિચાર્યો ખર્ચ કરે છે, તેથી થોડા સમયમાં જ તે ગરીબ થઈ જવાને, માટે મેં જે કર્યું તે સારું જ કર્યું છે.” આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તેણે રાઈ કરી અને પોતાની ઈચ્છા પ્રમાણે ભોજન કર્યું. પછી ચાર ઘડી રાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust