________________ 0 0 0 0 0 0 0 કૃપણ શિરોમણ વિશ્વભૂતિઃ 35 કોઠારી કેટલાકને ચેડું આપી આખી રકમમાં સહી કરાવી લેતો. આમ બહુ સમય ચાલ્યું, તેથી બધા અધિકારીઓ તેના દુશ્મન થઈ ગયા. એક દિવસ રાજ્યના અધિકારીઓને ઘેર ગાડીડા જોઈને કોઠારીએ વિચાર્યું કે, “હું પણ એક અમલદાર જ છું, માટે હું પણ એક ગાડી ખરીદી ભારે ઠાઠમાઠ સાથે બજારમાં ફરવા નીકળું.” આ પ્રમાણે વિચાર કરીને એક ઘેડાગાડીમાં બેસી તે ભારે ઠાઠમાઠથી બજારમાં નીકળ્યું, તેને ઘોડાગાડીમાં બેઠેલો જોઈને બધા અધિકારીઓ ગુસ્સે થયા અને ખિન્ન બન્યા - એક દિવસ બરાબર સમય જોઈને તે બધા અધિકારીઓ ભેગા થઈને રાજાને કહેવા લાગ્યા; “સ્વામી ! આ માણસ તો આપને ખજાનો જેમ આવે તેમ ઉડાડે છે.” આ વાત સાંભળી રાજાએ તેને બેલાવીને પૂછયું, “શા માટે અમુકને તેં મેં કહેલું દ્રવ્ય હજુ આપ્યું નથી ?" એટલે કોઠારી તેના દે ઉઘાડવા લાગ્યું કે, “આ તે બહુ ખાઈ જાય છે, તેને વળી દેવું શું ?' આવા ખોટા બહાનાં સાંભળી રાજા બેલ્યો કે, “આ માણસ તે જેને આપવાનું હોય તેને પણ આપતો નથી, માત્ર લોભ કરે છે. આ કોઈને પણ દાદ શું આપતો હશે ? દરેકને દુઃખી જ કરતે હશે.” તે સમયે પ્રસંગ ઠીક આવ્યું છે જાણ બધા ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust