________________ 0 0 0 0 0 0 0 કૃપણ શિરોમણી વિશ્વભૂતિઃ 33 ગિક ફળો છે. મને તેણે આગલા ભવમાં કૂષણ રહિત કરેલ ધર્મના પસાયથી પિતાની કરી લીધી છે. વળી આ ભવે દાન, પુણ્ય, વિનય, વિવેક, લજજા, દયા, સરળતા વગેરે ગુણથી આ દેવભદ્ર શ્રેષ્ઠીની આધીનતામાં રહી હું તેની સેવાભક્તિ કરું છું. કારણ કે, ભોગવવા યોગ્ય પદાર્થો, તથા સુંદર સ્ત્રી અને ભેગવવાની શક્તિ, તેમજ દાન આપવાની શક્તિ ઈત્યાદિ સંપત્તિ, શ્રી અરિહંત પ્રભુની આજ્ઞાપૂર્વક કરેલા તપનું ફળ છે.” લક્ષ્મી ફરીથી વિશ્વભૂતિને કહે છે, “વિશ્વભૂતિ! તે તો પૂર્વભવમાં કેવળ દયા વિના તથા વિવેકહીનપણે અજ્ઞાન કષ્ટ સહન કરી, પાપાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું છે. તેવા પુણ્યના ઉદય સમયે લક્ષ્મી વગેરે ભેગ સામગ્રી મળે છે, પણ પાપ કરવાની બુદ્ધિ થાય છે. કારણ કે દેષ સહિત સહન કરેલા કષ્ટના ફળમાં દૂષિત વૈભવ જ પ્રાપ્ત થાય છે. અને તેથી તે પ્રાણી આ સંસારમાં લોભવૃત્તિથી હેરાન થતા, અસત્ય બોલતો અને પાપસ્થાનકોને સદા સેવતો હોવાથી તે સંપત્તિને સદુપયોગ કર્યા સિવાય કે ભોગવ્યા સિવાય નરકમાં જાય છે. કદાચ સાધુ પુરુષોના સદુપદેશથી દાન આપવાની તે આત્માને ઇચ્છા થાય, તે પણ તેને કાંઈને કાંઈ અંતરાય આવી પડે છે, અને પરિણામે ઉત્પન્ન થયેલી તેની દાન આપવાની બુદ્ધિ પણ નાશ પામે છે. તેને અંગે એક દષ્ટાંત હું તને કહું છું, તે તું સાંભળ !" 'પૃથ્વીમંડનનગરમાં એક બહુ જ ભી, દયાશૂન્ય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust