________________ 0 0 0 0 0 0 0 કૃપણ શિરોમણું વિશ્વભૂતિ : ૨૭અત્તર વગેરે વસ્ત્રો ઉપર લગાવેલા હોવાથી તેની સુગંધ ચારે બાજુ પ્રસરી રહી હતી, ત્યાં ચોતરફ સોના-રૂપાના ફૂલની છાબ, થાળ, વાસ પડેલાં જોઈને વિશ્વભૂતિનાં હૃદયમાં ભારે દુઃખ થવા લાગ્યું. તેને વિચાર આવ્યું; “અહો આ દેવભદ્ર શેઠની મૂર્ખતા તે જુઓ ! શા માટે તે નકામો આ પ્રમાણે હજારે. રૂપિયાનો વ્યય કરતો હશે? આ બધી શોભા શા કામમાં, આવવાની હતી? વેચાતી લેવા જતાં જે ચીજના ભાવ બેસે. છે, તેને ચોથો ભાગ પણ પાછા વેચવા જતાં હાથમાં આવતો નથી. ઘણા પૈસા ખરચતાં આ શેર ધૂપ મળે, તેને અગ્નિમાં નાખી રાખ કરવાથી હાથમાં શું આવે? આ ફૂલના ઢગલા સવાર પડતાં નાખી દેવાને ચગ્ય થઈ જશે, આ મોટા કા કેઈની સાથે સહેજ પણ અથડાતાં કટકે કટકા થઈ જતાં વાર નહિ લાગે, અને ત્યાર પછી. તેની કાણું કોડી પણ કેઈ આપતું નથી. મૂર્ખ માણસ, હાથે કરીને પિતાનાં ધનને આમ નાશ કરે છે.” આ પ્રમાણે બળતરા કરતાં જાગતાં વિશ્વભૂતિને ચોથા ભાગની રાત ગઈ, એટલે દેવભદ્ર શ્રેષ્ઠી સૂવાને આવ્યા. તેમણે વિશ્વભૂતિને જાગતો જોઈ તેને બેલા અને પૂછયું; “કેમ, હજુ પણ જાગ છે કે? નિદ્રા કેમ નથી આવતી ?" ચિંતાથી.” તમને વળી કોની ચિંતા લાગી ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust