________________ 0 0 0 0 0 0 કૃપણ શિરોમણી વિશ્વભૂતિઃ ર૯પૂર્વ જન્મમાં કરેલ પુણ્યના બળથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી ફરી. ફરીને પુણ્ય કરવાથી જ વધે છે. જેમ જળથી સિંચેલ વૃક્ષ તે અખંડ રહે છે, અને ફળ આવેલા હોય છે, તે ઉપભોગમાં લેવાય છે, તેવી રીતે ભેગ વગેરે ધર્મરૂપી વૃક્ષનાં ઊગેલાં ફળો છે. તેને વિવેકપૂર્વક ઉપયોગમાં લેવા છતાં ધમ તે. અખંડ રહે છે. વળી જેવી રીતે કૂવાનું પાણી કાઢવા માંડીએ. તે ખૂટતું નથી, ઊલટું ન કાઢીએ તે તેની આવક બંધ થઈ જાય છે, તેવી જ રીતે ધર્મથી પ્રાપ્ત કરેલી લક્ષ્મી: દાન તથા વિવેકપૂર્વક અનાસક્તિથી ભેગમાં વાપરવાથી ક્ષય. પામતી જ નથી, ઊલટી વધ્યા જ કરે છે. સર્વ ધર્મ– શાસ્ત્રોમાં આ રીતે એક સરખી વાત જ કહેલી છે. આપણે. શાસ્ત્રકારોથી કાંઈ વધારે વિદ્વાન નથી. તેથી તમારે ધર્મને મુખ્ય સમજ અને ભોગસુખને તે પ્રાસંગિક ફળરૂપ, સમજવા માટે ખોટા વિચાર કરવા છેડી દઈ તમે ધર્મમાં. જ સ્થિર બને ! જેથી તમારું કલ્યાણ થાય.” આ પ્રમાણે કહી દેવભદ્ર શેઠ પિતાની શય્યામાં સૂતા અને તેમને તરત જ ઉંઘ આવી ગઈ. - વિશ્વભૂતિને દેવભદ્રની આ વાત સાંભળીને શંકા થઈ તેણે વિચાર્યું કે “ધર્મ તથા પુણ્યથી લક્ષ્મી-વધે છે, તે તે ખરેખર સર્વ શાસ્ત્રથી સંમત છે, તેને પણ બેટું કેમ કહેવું? તેમ જ વળી ખર્ચવા માંડે તે કુબેરના ભંડાર પણ. ખાલી થઈ જાય તે પણ ખોટું કેમ સમજવું?” આ પ્રમાણે વિચાર કરતાં તેની મૂંઝવણમાં તેને અડધી રાત ગઈ.... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust