________________ 26H કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0. જતાં દેવભદ્ર પાસે આવીને તે ઊભું રહ્યું. શેઠે પણ પિતાના સેવકોને આદેશ કરી દીધા કે; “ઘરના ઉપલા માળમાં મારા શયનગૃહમાં મારી બાજુમાં એક માટે પલંગ તૈયાર કરી આ મહારાજને સૂવાની વ્યવસ્થા કર !" તેઓએ તે પ્રમાણે કર્યું, એટલે શેઠે વિશ્વભૂતિને કહ્યું કે, “આપ દૂરથી આવતા હોવાથી થાકી ગયા હશે, માટે ઉપર જઈ આપ શાંતિથી નિદ્રા લે. મારો વખત થતાં હું સૂવા આવીશ અને તે વખતે આપણે હદયની વાત એકાંતમાં કરીશું.’ વિશ્વભૂતિ “બહુ સારું” એમ કહી ઉપર ગયો. વિશ્વભૂતિ ઉપર જઈ શય્યામાં બેઠે બેઠે ચારે બાજુ જેવા લાગ્યું. તે શયનગૃહ દેવના વિમાન સરખું જઈને ફરી પાછો તે આશ્ચર્યચકિત બને. પલંગ ઉપર ફૂલથી ગૂંથેલી જાળી નાંખેલી હતી, તેના ઉપર સોનેરી તાંતણાઓથી ગૂંથેલી જાળી હતી. તેમાંથી ચંદ્રના ઉદય સમયને. દેખાવ દીપી રહ્યો હતો, ભી તે ઉપર પુરુષના જેવડા આરિસાઓ ચારે બાજુ શોભા આપતા હતા, અભરાઈએમાં જુદા જુદા દેશમાં ઉત્પન્ન થયેલાં, આશ્ચર્ય થી ચકિત કરી નાખે તેવાં, રાજકુળમાં પણ ન સંભવે તેવાં, સોના-રૂપાનાં તથા લાકડાના અતિશય કલા-કૌશલ્યથી બનાવેલાં અને ચિત્તને પ્રમોદ આપે તેવાં રમકડાં દેખાતાં હતાં. ચારે બાજુએ કૃષ્ણાગુરુ, અખર, મૃગમદ, તુરૂષ્ક વગેરે ધૂપનાં સુગંધી દ્રવ્ય રૂપાના ધૂપિયામાં નાં ખેલ હોવાથી તેના ધુમાડાથી એારડે બહેક બહેક થઈ રહ્યો હતો, ચુઆ, ચન્દન, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust