________________ 0 0 0 0 0 0 0 કૃપણ શિરોમણું વિશ્વભૂતિ H 23 કપડાઓથી ગૂંથેલી, ચંદરવાથી સુશોભિત અને ખીલેલા ફૂલ, કેદાર વગેરેથી ચિત્ર વિચિત્ર દિસતી દષ્ટિને આનંદ ઉત્પન્ન કરનારી શેત્રુંજીઓ તથા ગાલીચાઓ પાથરેલા હતા. ઘણું જ સુંવાળા તથા કોમળ અને શરીરના અવયવને ઉપકારક તથા આરામ આપે તેવા તકિયાઓ ત્યાં ગોઠવાચેલા પડયા હતા. ચારે બાજુની ભીંત ઉપર ચિત્રવિચિત્ર સુર, અસુર, કિન્નર, વિદ્યાધર, હાથી, ઘોડા, હંસ, સારસ, મેર, ચકોર, પારેવા, વનલતા ઈત્યાદિ ચિત્રો ચિતરેલા હતાં; અને ત્યાં સોના-રૂપાના ખડીઆ તથા પાનદાનીઓ શોભતી હતી. આ સર્વ વૈભવને જોઈને વિશ્વભૂતિ વિચાર કરવા લાગ્યો; “અહે! આ તે કેવો શાહુકારીનો ડોળ કરનાર તથા નકામા પૈસા ઉડાવનારો છે. ખરેખર તદ્દન દેવાળીયા જેવો લાગે છે. આવી રીતે નિપ્રયોજન ધન ઉડાવવાથી તેનાં ઘરમાં લક્ષ્મી કેટલે વખત રહેવાની હતી? આ તે થોડા જ વખતમાં પુષ્કળ ખર્ચ કરી ગરીબ થઈ જશે. અને લોકોને પછી કઈ રીતે પૈસા ચૂકવવાનો હતો ? આવી ઉડાઉ વ્યવસ્થા તે રાજદ્વારમાં શેભે કે જયાં સ્વાભાવિક રીતે જ લક્ષ્મી તણાઈ આવે છે. સામાન્ય માણસને તે વ્યાજબી સ્થળે પિસે વાપર સારો, મારાં ભાગ્યના ઉદય હશે કે મને આવી મતિ ઉત્પન્ન થઈ માટે હવે તે આની પાસેથી મારું મૂળ ધન વ્યાજ સાથે લઈ બીજા કેઈ કરકસરથી રહેનારા માસના ઘેર હું મૂકીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust