________________ 0 0 0 0 0 0 0 કૃપણ શિરોમણી વિશ્વભૂતિ H 21 બીજાએ કહ્યું; “વળી શું કૌતક છે?” પેલાએ કહ્યું, જુઓ પેલો ગરીબ કંગાળ જેવો દેખાતે બ્રાહ્મણ જાય છે; બોલો જોઈએ! તેની પાસે કેટલું ધન હશે?” એ બિચારા પાસે વળી શું ધન હશે? ભીખ માંગીને બિચારે પિટ ભરતો હશે? પૈસાદારના મોઢાનું તેજ તે કાંઈ ઢાંકયું રહેતું હશે?” અરે ભાઈ! એની પાસે કેટલાય લાખ રૂપિયા છે, પરંતુ સારા પ્રસંગમાં પણ તેનું નામે ય કેઈ લેતું નથી, એવો લોભીયાનો તે રાજા છે. ને કૃપણ શિરોમણિ તે છે.” આ રીતની તેની વાત સાંભળી માથું ધૂણવતા તે અજાણ્યા માણસને વિચાર આવ્યો; “અહા અઢળક ધનના સ્વામી આ બ્રાહ્મણનું સ્વરૂપ તો જુઓ! ધનને તે શું કરશે? ધિક્કાર છે, તેના અવતારને! બિચારો પામેલ મનુષ્યભવને તે હારી જાય છે. આયુષ્ય પૂર્ણ થતાં ભાઈસાહેબ વિદાય થઈ જશે. ધન તે અહિં જ પડયું રહેશે. ધન કેઈની સાથે ગયું નથી, જતું નથી, અને જવાનું પણ નથી.” આ રીતે દુકાને દુકાને વિશ્વભૂતિને જોઈને લોકે વાતે કરતા હતા. નગર બહુ મોટું હોવાથી મનમાં પોતાનાં ધન સંબંધી વિચાર કરતો કરતો તે વિશ્વભૂતિ દેવભદ્ર શેઠને ઘેર પહોંચ્યો. ઘરના દરવાજે ઉભેલ દ્વારપાળે તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust