________________ પૂ.પારશ્રીની સપરિવારની ત્યાં ત્રણ દિવસની સ્થિરતા દરમ્યાન પ્રવચન નિયમિત થતા. ભાવિક જનતા સારા પ્રમાણમાં લાભ લેતી હતી. ત્રણ દિવસ સંઘપૂજન થયેલ. ફા. વદ ૧૨ના પૂ.પાદશ્રી વઢવાણ શહેર પધારતાં વ્યાખ્યાન થયેલ. વ્યાખ્યાનમાં સંઘપૂજન થયેલ. ફા. વદ ૧૪ના પૂ.પાદશ્રી લીંબડી થઈને ચૈત્ર સુદ ૧ના રાણપુર પધારેલ. પૂ.પાદશીનું બપોરે જાહેર પ્રવચન જાયેલ. ત્યાંથી બોટાદ, ટાટમ, ગઢડા, ગઢાળી, લીંબડી, રંઘોળા થઈને ચૈત્ર સુદિ ૧૦ના પૂ.પાદશ્રી નોંઘણવદર પધારતાં શ્રી સંઘ તરફથી સામૈયું થયેલ. બીજે દિવસે ત્યાંથી વિહાર કરીને રતનપુર થઈને પૂ.પાદશ્રી સપરિવાર ચૈત્ર સુદિ ૧૨ના દિવસે શુભ મુહૂર્ત પાલીતાણા તીર્થાધિરાજશ્રી શત્રુંજય મહાતીર્થની છત્રછાયામાં મહારાષ્ટ્ર ભુવનમાં પધારેલ. લગભગ 18 વર્ષના લાંબા ગાળે પૂ.પાદશ્રી તીર્થાધિરાજની યાત્રાર્થે પધારતાં ને ચૈત્ર સુદિ ૧૩ના મંગલ દિવસે તીર્થાધિરાજની યાત્રા કરીને અપૂર્વ ને અવર્ણનીય આનંદ અનુભવેલ. - પૂ.પાદ આચાર્ય ભગવંતશ્રીએ સપરિવાર શ્રી સિદ્ધક્ષેત્રની પુણ્યભૂમિ પર વિ. સં. ૧૯૧૬ની સાલમાં ચાતુર્માસ કરેલ. તે સમયે તેઓ શ્રીમદને પાંચ વર્ષીતપ ચાલતું હતું. પૂ.પાદશ્રીએ વિ. સં. ૧૯૯૫ની સાલમાં પોતાની 23 વર્ષની વયે છઠ્ઠથી વષીતપને પ્રારંભ કરેલ. લાલબાગ–મેતીશા જેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust