________________ 2 : પુણ્યવાન ગુણસાર શ્રેષ્ઠી : - પૃથ્વીભૂષણ નગરમાં ગુણસાર નામનો શેઠ રહેતો હતો તે બહુ જ લક્ષ્મીવાન, તેજસ્વી તથા સત્ત્વશાલી હતી. એક દિવસ તેને સવારના પહોરમાં નિગ્રંથ મુનિરાજનાં દર્શન થયાં. તેણે તેમને નમસ્કાર કર્યા. દયાદ્રિ તે મુનિએ ધર્મલાભ દઈને જીવ, અજીવ વગેરે પદાર્થોનું સત્ય સ્વરૂપ પ્રકાશિત કરતાં ધર્મને ગૂઢ રહસ્ય સહિત તેને ઉપદેશ કર્યો. તેણે પણ ઘણું જ રસથી તથા ઉત્સાહથી તે ધર્મને પિતાનાં હદયમાં ધારણ કર્યો. આવા અનુપમ લાભથી રાજી રાજી થઈ સમ્યકત્વ સાથે ગૃહસ્થ ધર્મ તે ગુણસારે અંગીકાર કર્યો. ત્યાર પછી હમેશાં તે એકાંતરે ઉપવાસ, પ્રસંગ પ્રાપ્ત થતાં સુપાત્રે દાન તથા અન્ય નિયમ અંગીકાર કરવા લાગ્યો. આમ કેટલાક દિવસ વ્યતીત થતાં ગુરુમહારાજના ઉપદેશના પ્રભાવે તે ધર્મ- = કરણીમાં કુશળ થઈ ગયે; અને વધતા જતા અધ્યવસાયે તે ! ધર્મ પાળવા લાગ્યો. = કેટલોક સમય વીત્યા પછી પૂર્વના કઈ પાપકર્મને ઉદયથી તેની લક્ષ્મી નાશ પામી. તો પણ ધર્મ પ્રત્યેને પિતાનો આગ્રહ તેણે છોડ્યો નહીં. કોઈ નિકાચિત પાપના ઉદયથી અત્યંત ગરીબ થઈ જવાને લીધે તે બહુ જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust