________________ 0 0 0 0 0 0 0 0 0 0 0 પ્રવેશક : 3 વટો તેનું નામ વિભવ, મનોવાંછિત શબ્દ-રૂપ-રસ-ગંધ તથા સ્પેશની પ્રાપ્તિ તેનું નામ ભેગ; દેશ પરદેશમાં કીર્તિ ફેલાય તેનું નામ મહિમા તથા ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ તેનું નામ મહોદય; આ ચારે (વૈભવ, ભેગા, મહિમા તથા મહેદય) દાનરૂપી કલ્પવૃક્ષનાં ફળ છે.” આગમમાં વર્ણવેલ ભાવશુદ્ધ દાનના સેવન સિવાય વૈભવ વગેરેની પ્રાપ્તિ થતી નથી. મિથ્યાત્વના ઉદયથી અથવા મિથ્યાજ્ઞાનની શ્રદ્ધાથી અજ્ઞાનકષ્ટ સહન કરનાર તપસ્વી પાપનુબન્ધી પુણ્ય કદાચ બાંધે, પરંતુ તે ઉદયમાં આવતાં સુપાત્રદાન આપવાની વૃત્તિ થતી નથી, અને જે આગમમાં વર્ણવેલ વિધિ પ્રમાણે સહજ પણ સુપાત્રદાન શ્રદ્ધાથી આપે છે, તે તે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે, અને તે ઉદયમાં આવતાં દાન આપવાની વૃત્તિ થાય છે. - કદાચ પૂર્વના કેઈ પાપ કમને ઉદય થતાં તેનું ધન નાશ પામે, તો પણ દાન આપવાની તેની મતિ કદિ જતી રહેતી નથી અને આવી રીતે પાપના ઉદય સમયે પણ થયેલી દાન આપવાની વૃત્તિ તરત જ ફળ આપનારી થાય છે, આ રીતના દાનધર્મના મહિમા ઉપર ગુણસાર શ્રેષ્ઠિનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust