________________ 3 : પણ શિરોમણી વિશ્વભૂતિ આ પ્રમાણે આગમમાં વર્ણવેલ વિધિ અનુસાર ધર્મનું આરાધન કરનારને આ ભવ તથા પરભવમાં પ્રબળ પુણ્યના ઉદયથી ધર્મ કરવાની ઈચ્છા અખંડ રહે છે. કર્મની ગતિ વિચિત્ર હોવાથી કદાચ પાપકમ ઉદયમાં આવતાં સાંસારિક સુખ નાશ પામે છે, પરંતુ ધર્મ કરવાની ઈચ્છા તો નાશ પામતી જ નથી. તે તો ઉલટી વધ્યા જ કરે છે. તથા મિથ્યાભાવથી અથવા નિયાણું વગેરે કરવાથી વિરાધેલ ધર્મપ્રવૃત્તિ કર્મની નિર્જરાને માટે થતી નથી, અને તેથી પાપાનુબંધી પુણ્યને બંધ થાય છે. ને તે ઉદયમાં આવતાં વિષય તેમ જ કષાયે પ્રબળ થાય છે, અને ધર્મ કરવાની ઇચ્છા તે થતી જ નથી. તે માણસ જેમ જેમ નવાં પાપ કરતો જાય છે, તેમ તેમ પૂર્વના પાપાનુબંધી પુણ્યથી લક્ષ્મી વગેરેની વૃદ્ધિ થાય છે, અને કઈ વખત ધર્મ શ્રવણ કરવાથી કે સાધુ મહારાજના ઉપદેશથી ધર્મ કરવાની તેને ઈચ્છા થાય છે, તો પણ તે જીવ ધર્મ કરી શકતો નથી. અંતરાય કર્મના વેગથી ઊલટે તે દુઃખમાં પડે છે. અને તે દુઃખથી પેદા થયેલી દાનાદિ ધર્મ કરવાની ઈચ્છા પણ નાશ પામે છે. જે પાછી ધર્મ નહિ આચરવાની ઈચ્છા કરે છે તે તે દુઃખ નાશ પામે છે. આ પ્રમાણે પૂર્વે ધર્મ વિરાધનાર માણસનું પુણ્ય, પાપની વૃદ્ધિ કરનારું જ બને છે, તેને અંગે વિશ્વભૂતિ બ્રાહ્મણની કથા આ પ્રમાણે છે: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust