________________ 0 0 0 0 0 0 0 પુણ્યવાન ગુણસાર શ્રેષ્ઠી H 17 બાપને મહિમા નથી, પણ બીજા જ કઈ નો મહિમા છે. આ સર્વ તે મુનિદાનનો પ્રભાવ છે. હે પ્રિયે ! તે કથળીમાં ભાથું નાખી આપ્યું હતું, તે લઈને હું ચાલ્યો અને મુનિરાજને ચેગ મળતાં તેમને ભાવપૂર્વક મેં વહરાવ્યું. એ રીતે પિતાને પાછા ફરવા સુધીને બધો વૃત્તાન્ત પોતાની સ્ત્રીને તે અવસરે ગુણસારે કહી સંભળાવ્યા. છેવટે કહ્યું, “હે ભદ્ર! તે દિવસે ઉપવાસના પારણાના સમયે મુનિદર્શન થતાં, મારા હૃદયમાં જેવા ભાવ ઉલ્લાસને પામ્યા હતા, તેવા મારા આખા જન્મમાં તે કરતાં પણ વધારે સબળ નિમિત્ત ઉપસ્થિત થવા છતાં થયા નહોતા. તે અનુભવ તે હું, મારું મન અથવા તો એક શ્રી જિનેશ્વર ભગવાન જ જાણે છે. બે ત્રણ વાર જે આવા ભાવ આવે તો મોક્ષ પ્રાપ્તિ પણ દુર્લભ ન રહે. અહો પ્રિયે ! વારંવાર ઈચ્છા થાય છે કે એ દિવસ ફરીને ક્યારે આવશે.” આ પ્રમાણે પતિનાં વચન સાંભળીને સુભદ્રાને અતિશય આનંદ થયો, અને ભદ્રકભાવે તે પણ ધર્મ બોધ પામી, અને ધર્મરત્ન પ્રાપ્ત થતાં તે બન્નેનાં જીવનમાં સર્વ સાંસારિક સુખ તથા ધર્મ પણ વૃદ્ધિ પામવા લાગ્યા. ગુણસાર શેઠ તથા તેની સ્ત્રી સુભદ્રા છેવટ સુધી ધર્મનું આરાધન કરી, શ્રી જિન શાસનની પ્રભાવના કરી સમાધિપૂર્વક મરણ પામી ચોથા દેવલોકમાં મિત્રદેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં અવતરી તેઓ મિક્ષનાં શાશ્વત સુખને પામશે. ક, 2 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust