________________ 0 0 0 0 - પુણ્યવાન ગુણસાર શ્રેષ્ઠી : 15 ત્યાં ગયા પછી તે તમારે કાંઈ માગવું પણ પડયું નહિ જે દિવસે તમે ગયા તે દિવસે જ મારા પિતાએ રત્નોથી . કોથળી ભરીને તમને આપી લાગે છે.” * આ બધું સાંભળીને ગુણસાર શેઠ જમતાં જમતાં વિચારવા લાગ્યો; “આ બિચારી રત્ન તથા પત્થરના તફાવતને શું સમજે? પાંચ રંગના પત્થરે જોઈને તેને તેમાં રત્નનો ભ્રમ થયે લાગે છે. સ્ત્રીએ પોતાના પિતાનાં વારં, વાર વખાણ કરવા માંડ્યા, તેથી શ્રેષ્ઠીએ કહ્યું; “નાહક ફેલાય છે શા માટે ? તારા બાપે જે દાન દીધું છે, તે તો એક મારું મન જ જાણે છે; તું પણ હવે પછી જાણીશ, માટે હાલ તે મૂંગી રહે.” - આ પ્રમાણે સાંભળી ગુણસારની સ્ત્રી સુભદ્રા વિચારવા લાગી; “અહે ! મારા પતિ ખરેખર અકૃતજ્ઞ લાગે છે; આટલું બધું ધન મળવા છતાં તેઓનાં મનમાં મારા પિતાને જરા પણ ગુણ વસતો નથી.” આમ મનમાં વિચારીને ગુણસારની સાથે તે વિવાદ કરવા લાગી; “સ્વામી! આવાં અમૂલ્ય રને વગર માંગે આપ્યા છતાં, “તારા બાપે શું આપ્યું?” એમ તમે કેમ બોલે છે? આટલું બધું તો કઈ રાજા પ્રસન્ન થયો હોય તે પણ આપી ન શકે; પણ લોકોમાં કહેવત છે તે સત્ય છે કે, “જમાઈ તથા જમને કદિ સંતેષ થતો જ નથી.” જુઓ તો ખરા, આ રત્નાએ પિતાની કાંતિથી ઘરની જમીનને ભાતભાતના રંગોથી રંગી નાખી છે.” આટલું કહેવા છતાં ગુણસારનાં મનમાં કાંઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust