________________ 0 0 0 0 0 0 0 પુણ્યવાન ગુણસાર શ્રેષ્ઠી : 13 આ સમયે સુભદ્રા આંગણામાં ઊભેલી હતી. પતિને ભરેલ કોથળી સાથે આવતા જોઈને તે વિચારવા લાગી કે, અહે! મારા સ્વામીનાથ, ધનનું પિટકું લઈને આવ્યા. તે ખરા; મારા પિતાએ રેકડું ધન એટલું બધું આપ્યું, જણાય છે કે તે તેમનાથી બરાબર ઉપાડી પણ શકાતું નથી.” આમ વિચારતી આગળ આવી તેણે પતિના માથા. ઉપરથી લઈને તે પિોટકું પિતે ઉપાડી લીધું. તે ધનના ભારની અટકળ કરતાં પતિને આ પ્રમાણે કહેવા લાગી, “હે નાથ! ધન જતાં આપની બુદ્ધિ પણ. ગઈ કે શું? મારા પિતાને ત્યાંથી અઢળક ધન મજરની જેમ તમે પોતે જ શા માટે ઉપાડી લાવ્યા ? શરમ પણ ન આવી? એકાદ રૂપિયા ખરચીને મજૂર શા માટે ન. કર્યો? પણ તેમાં તમે શું કરે? દુઃખી સ્થિતિમાં બુદ્ધિ હંમેશાં પલટાઈ જ જાય છે. આટલા દિવસ નકામા ગાળી નાંખ્યા, જે પહેલાથી મારું કહ્યું કર્યું હોત તો આટલું દુઃખ પણ ભોગવવું ન પડત.. ગુણસારે હૈયે ધારણ કરી મૂંગા મૂંગા પોતાની સ્ત્રીનું સવ કથન સાંભળ્યા કર્યું, અને વિચાર્યું; “જે સાચી વાત કહીશ તે તે નિરાશ થઈ જશે, માટે ભોજન કરીને પછી, ચોગ્ય પ્રસંગે સર્વ વાત કહીશ.” સુભદ્રાએ તે કોથળી પિટીમાં મૂકી અને બાજુમાં રહેતા એક વાણિયાની દુકાને જઈને કહ્યું, “ભાજનની શ્રેષ્ઠ સામગ્રી અને તમે આપો, મારા સ્વામી મારા પિતાને ઘેર જઈ ઘણું ધન લાવ્યા છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust