________________ 0 0 0 0 8 0 0 પુણ્યવાન ગુણસાર શ્રેષ્ઠી H 11 ઉન્ડાળાને સમય વર્તે છે. જવામાં મોડું થશે તે તમે અતિશય તાપથી નાહક હેરાન થશે; માટે રાત્રિના શાંત સમયે જ ચાલી નીકળવું.” આ પ્રમાણે વાત કરીને સસરાજી તે પિતાના શયનગૃહમાં ચાલ્યા ગયા. ગુણસારે વિચાર્યું; “મેં અહિં આવી નાહક મારું પણું ગુમાવ્યું, માટે હવે તે જેમ જલદી જવાય તેમ સારું.” આ પ્રમાણે આખી રાત પશ્ચાતાપમાં ગાળી બે. - ઘડી રાત બાકી રહી એટલે ઉઠીને તે તયાર થયે. તૈયાર થઈને તે બોલ્યો; “કોઈ જાગે છે કે હું જાઉં છું.” તે વખતે ઘરમાં પણ કઈ જાગતું હશે તેણે જવાબ દીધે; “બહુ સારું, પધારે,” આ પ્રમાણે જવાબ સાંભળી ગુણસાર વિદાય થયો. રસ્તામાં આગળ ચાલતાં જ્યાં સૂર્યોદય થયે, અને હાથની રેખાઓ દેખાવા લાગી, ત્યાં આગળ ગુણસારે પંચપરમેષ્ઠીનું સ્મરણ કરી, ઉપવાસનું પચ્ચકખાણ કર્યું. ચૌદ નિયમ તેણે ધાર્યા અને જિનેશ્વર ભગવાનનાં સ્તવન કીર્તન કરતે તે આગળ ચાલ્યા. અનુક્રમે જે સ્થળે સાધુને દાન. આપ્યું હતું, તે સ્થળે નદીના કિનારે તે આવી પહોંચ્યો. ત્યાં તે વિચાર કરવા લાગ્યો; “અહે! આ સ્થાન કલ્યાણ-- મય લાભ આપનારું છે. આ સ્થાને મેં મેક્ષના કારણભૂત સુપાત્રદાન આપ્યું. એવો પ્રસંગ મને ફરી કયારે પ્રાપ્ત થશે?” આ પ્રમાણે ગદ્દગદિત કંઠે વિચાર કરતા તે રેમાં - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust