________________ 12 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ચિત થયે, અને સસરાનાં ઘેર થયેલ અપમાનાદિ સર્વ દુઃખ આ અવસરે ગુણસાર ભૂલી ગયે. સમસ્ત દુખોને હરનાર અને પાપનો નાશ કરનાર મુનિદાન મેં આ સ્થળે આપ્યું હતું, માટે મારે તે મારી પત્નીને ઉપકાર માનવો જોઈએ. આ પ્રમાણે ક્ષણ વાર ઊભો રહી કરેલ પુણ્યની તેણે તે અવસરે અનુમોદના કરી. તેવામાં તેને વિચાર આવ્યો; “અહીં આવતાં તથા પાછા જતાં મને ત્રણ-ચાર દિવસ થયા. ઘેર રૂપિયા કે અડધા રૂપિયાનું પણ દેવું થયું હશે, તે તે હું કઈ રીતે આપીશ? માટે આ નદીની અંદર પાંચ રંગના ગોળ, સુંદર આકારના, ઘસાવાથી સુંવાળા થયેલા મોટા મોટા પથરાઓ છે, અને તેમાં કેટલાક તો લગભગ શેર શેર વજનના હોવાથી તે બે ત્રણ ચાર શેરનું વજન કરવાને ગ્ય છે, માટે એ પત્થરાના ગેળા હું લઈ જાઉં. બજારમાં તળવા માટે વેપારી તે વેચાતા લેશે, અને કદાચ ઘરમાં રહેશે તો પણ સાધુદાનનું મરણ આપનારા બનશે.” આ પ્રમાણે વિચાર કરીને પોતાની પાસેની કોથળીમાં તે પથરાઓને ગુણસારે ભર્યા, અને તેનું મોટું બાંધી દઈ તે કથળી માથે મૂકી તે આગળ ચાલ્યો. સાંજના જ્યાં જતી વખતે રહેલ તે સ્થાને રાત ગાળી, સવારે તે આગળ ચાલ્યો, અનુક્રમે સુધાતૃષાથી પીડાતે એક ઘડી દિવસ બાકી રહે તે પિતાને ઘેર પહોંચી ગયો. એ પs P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust