________________ 1 : પ્રવેશક ત્રણ જગતને ધ્યાન કરવા યોગ્ય નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવસ્વામી તમારું કલ્યાણ કરે; જેમણે પ્રરૂપેલી ધર્મ કર્મની રચના આજે પણ જયવંતી વર્તે છે. કલ્યાણ તથા લક્ષ્મીરૂપ સુખ આપવાવાળા યુગાદિ જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરીને હું આ ગ્રંથની રચના કરું છું. આ પ્રમાણે ઈષ્ટદેવતાનાં સ્મરણરૂપ આશીર્વાદ મંગળ કરીને સર્વ ઈષ્ટ વસ્તુને સાધનાર ધર્મનું વિભાગ સાથે વિવેચન કરે છે. આ અગાધ સંસારરૂપી અરણ્યમાં ભમતાં પ્રાણીને ચક્રવર્તીના ભેજન આદિ દશ દષ્ટાંતે મનુષ્યભવની પ્રાપ્તિ અતિ દુર્લભ છે, તેમાં પણ આ દેશ, સારું કુળ, દીઘ આયુષ્ય, તંદુરસ્તી તથા સુંદરતાની પ્રાપ્તિ તેથી પણ વધારે દુર્લભ છે, અને સર્વથી દુર્લભ શ્રી જિનધર્મને પાળવાની વૃત્તિ થવી. તે છે. આ સંસારમાં શ્રી સર્વજ્ઞભાષિત ધર્મ પરમ મંગળ કરનાર અને સર્વ દુઃખને હરનાર છે. દાન, શીલ, તપ અને ભાવ એ પ્રમાણે ધર્મના ચાર વિભાગ છે. એ ચારે ભેદમાં દાનધર્મ સર્વથી શ્રેષ્ઠ છે. કારણ કે ધર્મના ચાર ભેદમાં તે અંતરંગપણે સમાયેલ છે. તે . લૌકિક અથવા લોકોત્તર વ્યવહારમાં દાનધર્મ શ્રેષ્ઠ છે. શ્રી તીર્થકર ભગવાન પહેલાં દાન દઈ પછી જ વ્રત ક. 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun-Gun Aaradhak Trust