________________ 8 : કથાત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તે ક્ષણે ક્ષણે રોમાંચિત થતો અનુક્રમે પિતાના સસરાના ગામમાં પહોંચે. ગામના દરવાજામાં દાખલ થતાં તેને મંદ શુકન થયા. તે મનમાં વિચાસ્વા લાગ્યો; “સ્ત્રીથી પ્રેરાઈને હું અહીં આ તો ખરો, પરંતુ મારુ ધારેલું કામ પાર પડે તેમ લાગતું નથી. પણ હવે વચ્ચે નકામી ચિંતા કરવાથી શું? આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તે બજારની મધ્યમાં આવ્યું, એટલે દુકાન પર ઉભેલાં તેના સસરા તથા સાળાઓએ તેને જે. " દરિદ્ર એવા ગુણસારને જોઈને તેઓ અરસપરસ ઘૂસપૂસ કરવા માંડ્યા; “જુએ છે કે આ દરિદ્રતાની મૂર્તિ, ખાલી ઘડા જેવા જમાઈરાજ પધાર્યા છે ! પરંતુ આપણે તેને મેટું જ ન દેખાડવું. જે દેખાડયું તો જરૂર ગળે પડીને તે પૈસા માંગશે. ભાઈસાહેબ નિર્ધન થઈ ગયા છે, એટલે પછી નિર્ધનને લાજ શરમ શેની હોય?” કહ્યું છે કે, ધન જતાં તેજ, લજજા, બુદ્ધિ, માન સર્વ જાય છે. આ તુછ મતિવાળા જમાઈએ અયોગ્ય વ્યાપાર કરીને તથા ફક્ત કાનને સાંભળવાથી જ આનંદ આપતી કીર્તિને માટે દાનપુણ્ય કરીને પિતાનું સર્વ ધન વાપરી નાખ્યું છે, ઘરના નિર્વાહની ચિંતા બિલકુલ કરી જ નથી. હવે પોતાની પાસે કાંઈ ન રહેતાં આપણી પાછળ લાગ્યા છે. શું અહીં તે કુબેર ભંડારીના ભંડાર ભર્યો છે? આપણે જે કાંઈ પણ અત્યારે તેને આપીશું, તે ખાવા પીવામાં વાપરી નાંખી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust