________________ 0 0 0 0 0 0 0 0 પુણ્યવાન ગુણસાર શ્રેષ્ઠી : 7 થતાં સમુદ્રમાં જેમ ઉલ્લાસ આવે છે, તેમ શેઠના ભાવમાં પણ ઉલાસ વૃદ્ધિ પામ્યો. - તે વિચાર કરવા લાગ્યા, “શું આ તે સ્વપ્ન છે કે સાચી વાત છે ? પાપના ઉદય પ્રસંગે ભવસમુદ્રમાં ડૂબતાં મને આવા મુનિરાજરૂપ સફરી વહાણને ભેટ કયાંથી ?" આ રીતે વિચાર કરી પિતાની પાસે બધો આહાર મુનિરાજને વહેરાવી નમસ્કાર કરીને તે બેલ્યો; “ગુરુદેવ ! દયાના સમુદ્ર! આપે મારા જેવા રંક ઉપર મોટી કૃપા કરી અને મને ભવસમુદ્રથી તાર્યો, જગતને શરણ કરવા ગ્ય આપનાં દર્શનથી મારે જન્મ સફળ થયો.” આ પ્રમાણે સ્તુતિ કરી સાત આઠ પગલાં સુધી તેમને વળાવી પાછે પિતાની જગ્યાએ આવી પોતાનાં વસ્ત્રાદિ લઈને ગુણસાર પિતાના રસ્તે પડ્યો. તે રસ્તામાં પણ પિતાના તે શુભ ધ્યાનમાં મગ્ન થઈ ગયેલ તે વિચારવા લાગ્યું; “અહો આજે મારો શુભ દિવસ છે, ધન્ય તે ઘડીને કે જ્યારે આવા મુનિનાં મને દર્શન થયાં, અને મને અપૂર્વ લાભ મળે. ખરેખર ! કામધેનુ પિતાની મેળે મારે આંગણે આવી, અચાનક ચિંતામણિ રત્ન મને પ્રાપ્ત થયું, મારા મનુષ્ય જન્મ સફળ થયે, આજ તો મેં અવિનશ્વર ભાથું બાંધ્યું. આજથી મારી દ્રવ્ય તથા ભાવ દરિદ્રતા નાશ પામી તેમ જ મને લોકોત્તર લાભ પ્રાપ્ત થયે.” આવા ઉત્તમ પ્રકારના વિચાર તથા ભાવમાં લીન થયેલ ગુણસાર સુધા-તૃષા સર્વ ભૂલી ગયે. આપેલ દાનના વિચારમાં જ લીન થઈ ગયેલ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust