________________ 6: કથાન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 0 તે સમયે તે વિચાર કરવા લાગ્યો; “ખરેખર તે જીવને જ ધન્ય છે કે જેઓ મુનિને દાન આપ્યા સિવાય ભોજન કરતા નથી. પાપના ઉદયથી મને અત્યારે તે ચોગ કયાં થી પ્રાપ્ત થાય? પરંતુ કદાચ તે યોગ થઈ જાય તે ખરેખર મારાં અહોભાગ્ય ગણી શકાય.’ આમ વિચારતો તે ચારે દિશા તરફ દષ્ટિ ફેરવે છે, તેટલામાં મહિનાના ઉપવાસવાળા એક મુનિવર પારણા માટે ગામમાં ગયેલા, તેમને શુદ્ધ જળ તે મળ્યું હતું, પરંતુ દોષની આશંકાથી તેમણે આહાર લીધે નહોતે. એકલા જળને તેઓ લઈને આવતા હતા. તે મુનિરાજને જોઈને જેમ ચંદ્રને જોતાં ચકોરને આનંદ થાય તે આનંદ ગુણસારને થયે. તેણે વિચાર્યું; “અહે મારાં ભાગ્ય હજુ તે પ્રબલ હાય એમ જણાય છે. જે આ તપસ્વી મહાત્મા મારા સાથવાને સ્વીકાર કરે, તો તે મારા જે ભાગ્યશાળી બીજો કોઈ નહિ.” આ પ્રમાણે વિચારતાં ઘણું જ આનંદપૂર્વક ગુણસાર શેઠ તે મુનિની સન્મુખ આવી નમસ્કાર કરીને બોલ્યો; “હે દયાના સમુદ્ર! આપનાં પુનિત પગલાં આ બાજુ કરે! અને મારા ઉપર કૃપા કરીને મારા જેવા રંકનો ઉદ્ધાર કરો. હે મહાતમા ! આ આહાર દોષ રહિત છે, તેને આપ સ્વીકાર કરો.” પુલકિત અંગે તથા ગદ્ગદિત કઠે વિનતિ કરીને મુનિરાજને ગુણસાર પિતાનાં સ્થળે લઈ આવ્યો. મુનિએ પણ વિવિધ દેષથી રહિત આહાર જેઈને પોતાનું પાત્ર ધર્યું, અને તે આહાર તેમણે વહાર્યો. તે સમયે આ અશક્ય વાત બનવાથી ચંદ્ર ઉદય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust