________________ 2 : કથાન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 0 અંગીકાર કરે છે. શીલધર્મમાં દાન આ રીતે સમાય છે; બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરવાથી મનુષ્ય હરહંમેશા અસંખ્ય બેઇદ્રિય, નવ લાખ સંમૂર્છાિમ પંચંદ્રિય તથા નવ લાખ ગર્ભજ પચેંદ્રિયને અભયદાન આપે છે. વળી શીલ પાળવાના પરિણામે ગર્ભમાં ઉત્પન્ન થવાનું પરિણમશે નહિ, એ રીતે જીવદયાનું કારણ હોઈ પિતાના જીવને પણ તે ધર્મ પાળનાર અભયદાન આપે છે. તપ ધર્મમાં પણ દાન સમાય છે. રસોઈ છકાયને વિરાધવાથી જ પકવી શકાય છે, ઉપવાસ વગેરે તપ કરવાથી તે જીવોને પણ અભયદાન મળે છે. ભાવધર્મમાં તે દાનને પ્રભાવ સૌથી વધારે વતે છે, કારણ કે દયાપૂર્વક સર્વ જીવોની હિંસા ન કરવાની પરિણતિ થવી તેનું નામ જ ભાવ, તેમાં અભયદાન આવી જાય છે. સાધુ મુનિવર હંમેશા દેશના દ્વારા જ્ઞાનદાન આપે છે; ઉત્કટપણે અભયદાન તથા સુપાત્રદાન દેવાથી શ્રી તીર્થકર નામકર્મ ઉપાર્જન થઈ શકે છે. લૌકિક દાન સર્વ સ્થાને સફળ જ થાય છે. સુપાત્રને અપાયેલું દાન દયાને પિષનારું, રાજાને આપવામાં આવેલું દાન સન્માન તથા મોટાઈ આપનારું, નોકર ચાકરને આપવામાં આવેલું દાન તેમની ભક્તિને આકર્ષણ કરનારું, સગા સંબંધીને આપવામાં આવેલું દાન પ્રેમ વધારનારું તેમ જ દુર્જનને આપવામાં આવેલું દાન તેમને અનુકૂળ કરનારું બને છે. ધર્મશાસ્ત્રોમાં પણ દાનધર્મનું ફળ આ પ્રમાણે કહ્યું છે; “રાજઋદ્ધિ, સંપત્તિ, સુરૂપ વગેરેને ઈચ્છાનુસાર ભોગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust