________________ તારક શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ નિમિત્તે શ્રી શાંતિસ્નાત્ર સહિત અષ્ટાક્ષિકા મહોત્સવ પૂ.પાદ પરમ ઉપકારી આચાર્ય દેવશ્રી તથા તેઓના શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી મહિમાવિજયજી ગણિવરશ્રી 5 ગણિવર શ્રી ભદ્રાનનવિજયજી મહારાજ, પૂ. મુ. શ્રી પૂર્ણાનંદવિજયજી મ., પૂ. મુ. શ્રી શાંતિભદ્રવિજયજી મ. આદિ પૂ મુનિભગવંતેની પાવન શુભ નિશ્રામાં ઉલ્લાસ—આનંદપૂર્વક ઉજવાયેલ. - આ રીતે પૂ.પાદશ્રીએ કલકત્તામાં પાવનકારી પગલા કર્યા પછી તેઓશ્રીની શુભ નિશ્રામાં કેનીંગ સ્ટ્રીટ જૈન સંઘ તથા ભવાનીપુર જૈન સંઘ તરફથી શ્રી સિદ્ધચક પૂજન, શાંતિસ્નાત્ર, અષ્ટાહિકા મહોત્સવ વિવિધ પ્રકારની પૂજા આદિ કાર્યક્રમ ઉલ્લાસપૂર્વક થયા. વિવિધ સંગીત મંડળી પોતાના સાજ સાથે ભક્તિરસની વર્ષા કરતી હતી. પ્રભાવના તથા સાધર્મિક વાત્સલ્ય આદિ થયા હતા. આવી રીતે પૂ. પાદશ્રીના ચાતુર્માસમાં તથા ચાતુર્માસ પછી પણ તેઓશ્રીની સ્થિરતા કાળમાં બહુવિધ આરાધનાઓ થઈ હતી, જેથી કલકત્તા શ્રી સંઘમાં ઘણું જાગૃતિ આવી હતી. શારીરિક કારણથી તથા શ્રી સંઘની આગ્રહપૂર્ણ વિનંતીથી પૂ. પાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદુની આજ્ઞાથી ૨૦૩૩નું ચાતુર્માસ ફરી ભવાની પુર થયું. સંઘના અહોભાગ્યથી કલકત્તામાં ફરી આ દુર્લભ અવસરની પ્રાપ્તિ થઈ. પૂ. પાદશ્રી ત્યાં બિરાજમાન હોવાથી તેઓશ્રીની શુભનિશ્રામાં અનેક પ્રકારની ધર્મારાધના તથા શાસનપ્રભાવના થઈ વ્યાખ્યાનમાં પૂ. પાદશ્રી વિપાકસૂત્ર પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust