________________ માટે આવે. ત્યાંથી વિહાર કરતાં પૂ.પાદ શ્રી સપરિવાર મહિદપુર પધાર્યા. શ્રી સંઘે ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કર્યું હતું. ત્યાંથી વિહાર કરી પૂ. આ. ભ. શ્રી ઉજજૈન પધાર્યા શ્રી સ થે ભવ્ય પ્રવેશ મહોત્સવ કર્યો. ઉજજૈનથી વિહાર કરીને પૂ.પાદ શ્રી મક્ષીજી તીર્થે પધાર્યા. ત્યાં રતલામને શ્રી સંઘ વદનાથે આવેલ હતું ત્યાંથી પૂ. આચાર્યદેવ શ્રી આદિ વ્યાવરા, ગુના થઈ શિવપુરી પધાર્યા. શ્રી સંઘે ચાતુર્માસની વિનંતી કરી, ત્યાંથી ઝાંસી, કાલપીપી થઈને પૂ.પાદ શ્રી કાનપુર ચાતુર્માસ માટે ભવ્ય પ્રવેશ મહોત્સવ પૂર્વક પધાર્યા. માલવપ્રદેશમાં પૂ.પાશ્રીનું ચાતુર્માસ અને વિવિધ ક્ષેત્રમાં વિચરતા અભૂતપૂર્વ શાસન પ્રભાવના થઈ. પૂ. પાદશ્રીના રતલામમાં ત્રણ ચાતુર્માસ થયા. વિ. સં. 2022 (ગુ, 2021) માં સર્વ પ્રથમ ચાતુર્માસ થયું. તે ચાતુર્માસમાં પૂ પાદશ્રીની શુભ નિશ્રામાં અઠ્ઠમતપની અપૂર્વ આરાધના થઈ તે સમયે પૂ. પાશ્રીને વરસીતપ ચાલતું હતું. વરસીતપમાં પાટણથી ઉગ્ર વિહાર કરી પૂ. પાદશ્રી સપરિવાર રતલામ નગરમાં શાનદાર સ્વાગત શોભાયાત્રા સાથે પધાર્યા. આ ચાતુમાંસમાં અદ્દભુત શાસનપ્રભાવના થઈ. પૂ. પાદશ્રીનું રતલામમાં બીજું પ્રભાવક ચાતુર્માસ ૨૦૩૦માં થયું. - શ્રી નવકાર મહામંત્ર તપની નવે દિવસની આરાધના 9 એકાસણુપૂર્વક થઈ. અઠ્ઠમતપની આરાધના પણ થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust