________________ યાત્રા કરીને પૂ.પાદશ્રી ભાગલપુર, ક્ષત્રિયકુંડ વગેરે પ્રાચીન ભવ્ય ને વર્તમાન શાસનના નાયક દેવાધિદેવ ભ. શ્રી મહાવીર દેવ આદિ શ્રી તીર્થકર ભગવંતેના કલ્યાણકોથી અલંકૃત તથા તેઓ શ્રીમદના પુણ્યપાવન પદકમલેથી મંડિત પાવનકારી તીર્થોની મહામહિમાવંતી યાત્રાઓ કરેલ. બાદ તેઓ શ્રીમદ સપરિવાર વિ. સં. ૨૦૩૪ના પિષ વદિ ૩ના વાજતેગાજતે શ્રી પાવાપુરી મહાતીર્થોમાં પધાર્યા. વદિ ૪નો પૂ.પાદ આચાર્યદેવ શ્રીમદની શુભ નિશ્રામાં સમવસરણ મંદિરની બહાર વિશાળ કંપાઉંડમાં નવનિર્મિત રમણીય અને આલીશાન જિનાલયમાં બિરાજમાન કરવામાં આવનાર અને પૂ.પાદ પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના વરદ હસ્તે અંજનશલાકા દ્વારા પ્રાણપ્રતિષ્ઠાને પામેલ વર્તમાન શાસન નાયક ભ.શ્રી મહાવીરસ્વામીજીની તથા તેઓ શ્રીમદના પ્રથમ ગણધર શ્રી ઇન્દ્રભૂતિજી તથા પંચમ ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીજી કે જેમની ભવ્ય મૂતિ ક્રમશઃ 61 ઇંચ, તથા પ૩-૫૩ ઈંચની મહાપ્રભાવિક તથા ચમત્કારી છે તેમને ભવ્ય પ્રવેશ મહોત્સવ ઉજવાયેલ. પૂ.પાદ આચાર્ય ભગવંતશ્રીની ત્યાં સ્થિરતા થયેલ. ૫,પાદશ્રીએ તે દરમ્યાન અઠ્ઠમ તપની આરાધના કરેલ. જ્યારે વિ. સં. ૨૦૩૨ના મહા સુદ ૧૦ના તેઓશ્રી પાવાપુરી પ્રથમ પધારેલ ત્યારે તેઓશ્રીએ અઠ્ઠમ કરેલ. તે જ રીતે બનારસ તીર્થમાં પિષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust